Charchapatra

જળપ્રલય

હિમાલય અને એન્ટાર્કટિકા પરનો બરફ પીગળી રહ્યો છે, જે પ્રચંડ જળરેલનો સંકેત છે. પીગળી રહેલી હિમશિખાઓનું પ્રવાહી, પાણી સમુદ્રોમાં ઠલવાય છે. હિમશિલાના ખંડો સમુદ્રમાં તરતાં રહી આગળ વધે છે. પૃથ્વી પર ફરી એક વાર હિમયુગ આવી શકે છે. ઈસ્લામી ઈતિહાસમાં નૂહ નબીના સમયે જળપ્રલયનો ઉલ્લેખ છે અને ત્યારે એક જબરદસ્ત જહાજમાં પહોંચેલાં તત્કાલીન માનવો, પ્રાણીઓ બચી ગયાં હતાં.

અંગ્રેજી ધર્મશાસ્ત્રમાં પણ ત્યારના જળપ્રલયની નોંધ સવિસ્તર છે. તે પછી પણ બરફ વર્ષા થતી રહી છે. કુદરતી પ્રકોપ પ્રગટ થતો રહ્યો છે. તેની સાથે હાડ ગાળી નાંખે તે હદની ઠંડી પણ વિશ્વના અનેક દેશોમાં પ્રસરી હતી. ઠંડાગાર સ્થળો પર માનવજીવન માંડ ટકી શક્યું છે. પૃથ્વી પરનું તાપમાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે અને પર્યાવરણ-પ્રદૂષણે અંગે દુનિયાભરના નિષ્ણાતો મળે છે, ચર્ચા કરે છે, જરૂરી ચેતવણી સૂચના જાહેર કરે છે, પૃથ્વીને બચાવવા નક્કર પગલાં સમયસર નહીં લેવાય તો જળપ્રલય અને હિમયુગ નક્કી છે.
ઝાંપાબજાર, સુરત      – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top