Health

ભારતમાં કોરોના ડેલ્ટા વેરિઅન્ટ મોટી ચિંતા: આક્રમક રસીકરણની ખાસ જરૂર

નવી દિલ્હી: કોવિડ-19ના રોગ માટે કારણભૂત કોરોનાવાયરસ (Corona virus) સાર્સ કોવ-ટુનો ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) એક મોટી ચિંતાની બાબત છે અને તેની સાથે કામ પાર પાડવા માટે ભારત (India)માં જેમ બને તેમ જલદી એક આક્રમક રસીકરણ અભિયાન (Vaccination campaign) શરૂ કરવાની જરૂર છે એમ મેડિકલ રીસર્ચ જર્નલ (Medical research journal)માં કહેવાયું છે.

જેમાં પીઢ નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરાયેલા લેખો છપાય છે તે મેડિકલ રિસર્ચ માસિક જર્નલનું પ્રકાશન ભારતની ટોચની તબીબી સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) દ્વારા કરવામાં આવે છે. આના 9 જુલાઇના અંકમાં અ ફોકસ ઓન ધ સ્પ્રેડ ઓફ ધ ડેલ્ટા વેરિઅન્ટ ઓફ સાર્સ-કોવ-૨ ઇન ઇન્ડિયા મથાળા સાથેના લેખમાં ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ સામે લડવા માટે બે મહત્વની વ્યુહરચનાઓ રસીકરણ અને ટ્રેકિંગ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. જ્યારે ભારત એ વિશ્વમાં રસીઓનું અગ્રણી ઉત્પાદક છે ત્યારે 10 ટકા કરતા પણ ઓછા લોકોએ એક ડોઝ(કોવિડ રસીનો) મેળવ્યો છે એમ આ લેખમાં કહેવાયું છે જે લેખ ગુસેપ નોવેલી, વિટો લુઇગી કોલોન અને પિઅર પાઓલો પેન્ડોલ્ફી દ્વારા લખવામાં આવ્યો છે.

નોવેલી અને કોલોના એ યુનિવર્સિટી ઓફ રોમમાં કાર્યરત છે જ્યારે પાન્ડોલ્ફી અમેરિકાના નેવેડા સિસ્ટમ ઓફ હાયર એજ્યુકેશનના રિનાઉન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેન્સરમાં કાર્ય કરે છે. આ લેખમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે વાયરસો પ્રાકૃતિક રીતે મ્યુટેટ થતા રહે છે પણ જો વેરિઅન્ટ્સ તે વ્યક્તિઓને પણ ચેપ લગાડવા તરફ જાય કે જેમને પહેલા ચેપ લાગી ચુક્યો હોય અથવા તો રસીઓ અને અગાઉના ચેપ દ્વારા સર્જાયેલ પ્રતિકાર શક્તિને થાપ આપે તો તે વધુ ચિંતાની બાબત વધુ બની શકે છે. આપણે સાવધ રહેવાની જરૂર છે અને વેરિઅન્ટસના ઉદભવ અને વિતરણ પર દેખરેખ રાખવાની જરૂર છે એમ તેમણે લખ્યું છે.

લેખકોએ એ વાતની નોંધ લીધી છે કે ડેલ્ટા વેરિઅન્ટ ઘણો જ ચેપી છે અને ભારતમાં તે ઝડપથી ફેલાયો છે અને આની સામે ભારતમાં રસીકરણની ઝડપ ધીમી છે. જો આ વાયરસને હાથ ધરવો હશે તો ભારતમાં આક્રમક રસીકરણની જરૂર છે એમ તેમણે કહ્યુ઼ં છે.

Most Popular

To Top