National

ભારતમાં બિપરજોય વાવાઝોડાના એલર્ટ વચ્ચે આ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: એક તરફ ભારતમાં બિપરજોય વાવાઝોડુ કહેર મચાવી રહ્યું છે. ભારતમાં ધણાં શહેરોમાં એલર્ટ આપવામા આવ્યું છે ત્યારે બીજી બાજુ ભારતના અમુક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ભારત (India), પાકિસ્તાન (Pakistan) અને ચીનમાં (China) મંગળવારે ભૂકંપના (Earthquake) આંચકાનો અનુભવ થયો હતો. ભારતમાં ભૂકંપની અસર દિલ્હી એનસીઆર (Delhi NCR), જમ્મુ કશ્મીર તેમજ ચંદીગઢ સહિત અન્ય શહેરોમાં જોવા મળી હતી. જાણકારી મુજબ રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ભૂકંપની અસર ભારતીય સમય અનુસાર 1 વાગીને 13 મિનિટે કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં છે.

  • ભારત, પાકિસ્તાન અને ચીનમાં મંગળવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો
  • ભારતમાં ભૂકંપની અસર દિલ્હી એનસીઆર, જમ્મુ કશ્મીર તેમજ ચંદીગઢ સહિત અન્ય શહેરોમાં જોવા મળી
  • રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી
  • ગયા સપ્તાહના ભૂકંપના આંચકા કરતાં મંગળવારે અનુભવ થયેલા આંચકાઓ વધુ હતા: કશ્મીરના સ્થાનિક લોકો

EMSC પાસેથી જાણકારી મળી આવી છે કે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે બપોરે 1.33 કલાકે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શ્રીનગરના સ્થાનિક રહેવાસી પાસેથી જાણકારી મળી આવી છે કે “ભૂકંપના આંચકાનો અનુભવ થતાં શાળાના બાળકોમાં પણ ડરનો માહોલ છવાયો હતો. દુકાનોમાંથી લોકો બહાર આવી ગયા હતા. ભૂકંપના આંચકાનો અનુભવ થતાં જ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કશ્મીરના સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી આવી હતી કે ગયા સપ્તાહના ભૂકંપના આંચકા કરતાં મંગળવારે અનુભવ થયેલા આંચકાઓ વધુ હતા”

માર્ચ મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો
આ પહેલા અગાઉ માર્ચ મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. માર્ચ મહિનામાં આવેલા ભૂકંપમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.

Most Popular

To Top