દિલ્હી (Delhi)માં કોરોના (Corona) ચેપના કેસો નીચે આવતાની સાથે જ હવે હળવાશ શરૂ થઈ ગઈ છે. સોમવારથી દિલ્હીમાં બાર (Bar) ખોલવાની (Open) પણ મંજૂરી આપવામાં આવી છે. આ હળવાશ અનલોક (Unlock-4) હેઠળ ઉપલબ્ધ છે. દિલ્હી સરકારના નિર્ણય મુજબ રાજધાનીમાં 50% ક્ષમતાવાળા બાર ખોલવામાં આવી શકે છે. જોકે, બાર ખોલવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. હવે બાર બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલી શકશે. આ સિવાય અનલોક -4 હેઠળ દિલ્હીમાં વધુ રાહત મળી છે. દિલ્હીમાં સોમવારથી રેસ્ટોરન્ટ (Restaurant)પણ સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલી શકશે. જ્યારે અત્યાર સુધી તેમને માત્ર સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી જ ખોલવાની છૂટ હતી. જો કે, હજી પણ ફક્ત 50% ગ્રાહકો રેસ્ટોરન્ટમાં બેસી શકશે.
મેટ્રો હજી પણ 50% ક્ષમતા સાથે ચાલશે. તેમજ જાહેર વાહન વ્યવહાર જેવા કે બસ, ઓટો, રીક્ષા, ટેક્સી, કેબ, ફાસ્ટ સર્વિસમાં ફક્ત બહુ ઓછા મુસાફરો સામાજિક અંતર માટે બેઠા હશે. આ ઉપરાંત જાહેર ઉદ્યાનો અને બગીચાઓ ખોલવાની પરવાનગી પણ આપવામાં આવી છે. 21 જૂનથી રાજધાનીમાં જાહેર, ઉદ્યાનો, બગીચા, ગોલ્ફ ક્લબ અને આઉટડોર યોગ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બજારો, માર્કેટ કોમ્પ્લેક્સ અને મોલ્સ પણ સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલી શકશે.
આના પર હજી પણ પ્રતિબંધો છે
જાહેર સ્થળે લગ્ન કરવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. બેંક્વેટ હોલ અથવા લગ્ન બગીચામાં લગ્ન કરવા પર હજી પ્રતિબંધ છે. ફક્ત કોર્ટ મેરેજ અથવા ઘરે જ લગ્ન થઈ શકે છે. તેમાં પણ ફક્ત 20 લોકો જ ભાગ લઈ શકશે. આ સિવાય અંતિમ સંસ્કારમાં મહત્તમ 20 લોકો જ ભાગ લઈ શકશે. શાળા, કોલેજો, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, રમતગમતને લગતા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સંકુલ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. જો કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતમાં સામેલ એવા ખેલાડીઓ અહીં જઈ શકે છે. સિનેમા થિયેટરો, મલ્ટીપ્લેક્સ, મનોરંજન પાર્ક, વોટર પાર્ક, બેંક્વેટ હોલ, ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલ બંધ રહેશે. સ્પા, જિમ પણ હજી ખુલશે નહીં.
ડીડીએમએ તેના આદેશમાં જણાવ્યું છે કે જે પ્રવૃત્તિઓ અને સેવાઓ પર પ્રતિબંધ છે તેમાં સિનેમા હોલ, જિમ, સ્પા શામેલ છે જે 28 જૂનના રોજ સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.