National

લંડનથી દિલ્હી ફ્લાઇટ શરૂ, શું નવા સ્ટ્રેનને ભારત સરકાર રોકી શકશે

નવી દિલ્હી (New Delhi): બ્રિટનમાં ઉદ્ભવેલા કોરોના વાયરસના (New strain/variant of Corona found in UK) પરિવર્તનશીલ નવા પ્રકારથી યુકે સહિત આખા વિેશ્વમાં ચિંતાઓ વધી છે. જણાવી દઇએ કે હાલમાં યુકેમાં સખત લોકડાઉન છે. આ વચ્ચે ભારત સહિત ઘણા દેશોએ યુકેથી આવતી ફલાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે પણ 23 ડિસેમ્બરથી યુકેથી આવતી ફાલઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ ગઇકાલ એટલે કે 7 ડિસેમ્બરથી ભારતે આ પ્રતિબંધ દૂર કર્યો છે. અને એવામાં યુકેથી એર ઈન્ડિયાની (Air India) એક ફ્લાઇટ દિલ્હીમાં (London-Delhi) 246 મુસાફરો સાથે ઉતરી છે.

જણાવી દઇએ કે ભારતમાં હાલમાં પુષ્ટિ થયેલા કોરાનાના યુકેવાળા નવા તાણના કુલ કેસોની સંખ્યા 73 આસપાસ પહોંચી ગઇ છે. નોંધનીય છે કે આ આંકડો પુષ્ટિ થયેલા કેસનો છે. હજી યુકેથી આવેલા ઘણા મુસાફરો કે જે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તેઓમાં આ નવો સ્ટ્રેન છે કે નથી તેની પુષ્ટિથઇ નથી કારણ કે તેમના રિપોર્ટ આવવાના બાકી છે. આખા દેશમાં પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી (National Institute of Virology, Pune) સિવાય બીજી બે-ત્રણ લેબોરેટરી જ છે, જ્યાં આ વાયરસના સેમ્પલ્સની તપાસ થાય છે. એટલે રિપોર્ટ આવતા વાર લાગે છે.

સુરતની (Surat) જ વાત કરીએ તો સુરતમાં એવા 7 લોકો છે, જે લંડનથી આવ્યા છે, અને જેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પણ તેમના નવા સ્ટ્રેનના રિપોર્ટ હજી આવ્યા નથી. જો કે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલના ડૉક્ટરોનું કહેવુ છે કે આ દર્દીઓની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. અને હાલમાં તેમનામાં કોઇ ગંભીર લક્ષ્ણો દેખાઇ રહ્યા નથી.

યુકે PM બોરિસ જ્હોનસને (Boris Johnson) પણ યુકેમાં કોરોનાની વકરતી સ્થિતિ જોઇને 72મા પ્રજાસત્તાક દિને ભારત આવવાની નાપાડી દીધી છે. બીજી બાજુ ભારતના ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ (Civil Aviation Minister Hardeep Puri) જાહારાત કરી છે કે 23 જાન્યુઆરી સુધી ભારતમાં દર અઠવાડિયે યુકેથી આવતી 15 ફલાઇટ્સ જ ઉતરશે. અને ભારતમાંથી પણ દર અઠવાડિયે લંડન ફક્ત 15 ફલાઇટ્સ જ જશે.

યુકેથી ભારત ઉતરનાર દરેક યાત્રીએ પોતાની સાથે ફલાઇયમાં બેસવા પહેલાના 72 કલાક પહેલા કઢાવેલો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ તો સાથે જ રાખવો જ પડશે, એ સિવાય 8-30 જાન્યુઆરી વચ્ચે યુકેથી ભારત આવનાર દરેક યાત્રીએ એરપોર્ટ પર પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો જ પડશે, એમ ભારત સરકારે કહ્યુ છે. સાથે જ કેન્દ્રની નવી ગાઇડલાઇન મુજબ યુકેથી આવનાર દરેક યાત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ભારત ઉતર્યા પછી 14 દિવસ ક્વૉરન્ટાઇન (quarantine) રહેવુ પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top