નવી દિલ્હી: (Delhi) દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોના (Reliance Jio) હજારો વપરાશકર્તાઓ આજે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિયોનું નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ યુઝર્સે કરી હતી. આ પહેલાં સોમવારે ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સર્વિસીઝ ઘણા કલાકો સુધી જામ રહી હતી. આમ પહેલીવાર થયું હતું જ્યારે દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મની સર્વિસ કલાકો સુધી બંધ રહી હતી. બુધવારે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં જિયોના ગ્રાહક હેરાન થઈ રહ્યાં છે. સવારે લગભગ 9.30 વાગ્યાથી જિયોના નેટવર્કમાં મુશ્કેલી આવી રહી છે. ઘણા ગ્રાહકોના મોબાઈલમાં નેટવર્ક આવી રહ્યું નથી તો ઘણા ગ્રાહકો કોલ કરી શકતા નથી.
દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) ની સેવા બાધિત થતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર (Twitter) થોડી જ મિનિટોમાં #jiodown ટ્રેંડ કરવા લાગ્યો હતો. યૂઝર્સે જિયોના નેટવર્ક ડાઉન થવાની ફરિયાદ કરી હતી. કેટલાક યૂઝર્સે લખ્યું હતું કે જિયો (Jio) નું નેટવર્ક ઘણા કલાકોથી કમ કરી રહ્યું નથી. કેટલાક યૂઝર્સે લખ્યું કે ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ બાદ હવે જિયો (Jio) નું નેટવર્ક પણ ડાઉન થઇ ગયું છે. જણાવી દઈએ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)ના આંકડા મુજબ રિલાયન્સ જિયોની પાસે કુલ 40.4 કરોડ ગ્રાહક છે. રિલાયન્સ જિયો (Jio) ને એક્ટિવ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા જુલાઇન 61 લાખ વધી છે.
બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર આખા દેશમાં જિયોની સર્વિસ બાધિત થઇ નથી. ફક્ત મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના કેટલાક વિસ્તારોમાં જિયોની સર્વિસ ડાઉન થઇ છે. ગત એક-દોઢ કલાકથી આ સમસ્યા આવી રહી છે. અમારી ટેક્નિકલ ટીમ તેને દૂર કરવામાં લાગી છે. આશા છે કે જલદી જ વ્યવસ્થા ઠીક થઇ જશે. તો બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં જિયો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
આ પહેલાં સોમવારે ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સર્વિસીઝ ઘણા કલાકો સુધી જામ રહી હતી. આમ પહેલીવાર થયું હતું જ્યારે દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મની સર્વિસ કલાકો સુધી બંધ રહી હતી. તેનાથી દુનિયાભરના કરોડો યૂઝર્સે પરેશાની થઇ હતી. તેનાથી ફેસબુકના શેરમાં પણ ઘટાડો આવી ગયો હતો અને એક જ દિવસમાં સીઇઓ માર્ક જકરબર્ગની નેટવર્થમાં 6.11 અરબ ડોલરનો ઘટાડો આવ્યો હતો.