National

એસીબીએ દરોડા: દિલ્હીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સહયોગીની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Dealhi police) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) અમાનતુલ્લા ખાનના (Amanatullah Khan) નજીકના સાથી હામિદ અલીની (Hamid Ali ) ભ્રષ્ટાચાર વિરોધી શાખા(એબીસી) દ્વારા દરોડા પાડ્યા બાદ ધરપકડ (Arrest) કરી છે. એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.એસીબીએ શુક્રવારે દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ચાર જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા અને તેના અધ્યક્ષ ખાનની પણ ધરપકડ કરી હતી.એસીબીએ જે સ્થળોએ દરોડા પાડ્યા હતા તેમાં અલીની મિલકત પણ સામેલ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓએ તેના પરિસરમાંથી એક લાઇસન્સ વગરનું હથિયાર, 12 લાખ રૂપિયા રોકડા અને કેટલીક કારતૂસ જપ્ત કર્યાં છે.

જામિયા નગરના રહેવાસી અલીની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ”એસીબીના દરોડા પછી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમાંથી એક કેસમાં અલી (54) વિરુદ્ધ લાઇસન્સ વગરના હથિયાર અને કેટલીક કારતૂસ મળી આવ્યા બાદ અલીની ધરપકડ કરવામાં આવી હતી.બીજો કેસ જોગાબાઈ એક્સટેન્શનના રહેવાસી કૌશર ઈમામ સિદ્દીક વિરુદ્ધ આર્મ્સ એક્ટમાં નોંધવામાં આવ્યો હતો. તેના પરિસરમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવંત રાઉન્ડ મળી આવ્યા હતા અધિકારીએ જણાવ્યું હતું કે, તે ધરપકડથી બચી રહ્યો છે.
ગેરરીતિના સંબંધમાં અગાઉ એફઆઈઆર નોંધવામાં આવી
કુલ મળીને એસીબીએ દરોડા દરમિયાન 24 લાખ રૂપિયા રોકડા અને બે લાઇસન્સ વગરના હથિયારો જપ્ત કર્યાં હતાં.
શુક્રવારે એસીબીના નિવેદનમાં જણાવાયું હતું કે, બોર્ડમાં કથિત ગેરરીતિના સંબંધમાં અગાઉ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર મુજબ, ખાને તમામ ધારાધોરણો અને સરકારી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી અને ભ્રષ્ટાચાર અને પક્ષપાતમાં સામેલ હતા.

એસીબીની ટીમ ખાનની ધરપકડ કરવા માટે તેના નિવાસસ્થાને પહોંચી
એસીબીની ટીમ ખાનની ધરપકડ કરવા માટે તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે ખાનના સંબંધીઓ અને ધારાસભ્ય ખાનને જાણતા અન્ય લોકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, એસીબીના અધિકારીઓને તેમની ફરજ નિભાવવામાં અવરોધ ઉભો કરવા બદલ ત્રીજો કેસ નોંધવામાં આવ્યો છે. સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
24 લાખ રૂપિયા રોકડા અને બે લાઇસન્સ વગરના હથિયારો જપ્ત
કુલ મળીને એસીબીએ દરોડા દરમિયાન 24 લાખ રૂપિયા રોકડા અને બે લાઇસન્સ વગરના હથિયારો જપ્ત કર્યાં હતાં.
શુક્રવારે એસીબીના નિવેદનમાં જણાવાયું હતું કે, બોર્ડમાં કથિત ગેરરીતિના સંબંધમાં અગાઉ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર મુજબ, ખાને તમામ ધારાધોરણો અને સરકારી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી અને ભ્રષ્ટાચાર અને પક્ષપાતમાં સામેલ હતા.
ફરજ નિભાવવામાં અવરોધ ઉભો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો
એસીબીની ટીમ ખાનની ધરપકડ કરવા માટે તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે ખાનના સંબંધીઓ અને ધારાસભ્ય ખાનને જાણતા અન્ય લોકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, એસીબીના અધિકારીઓને તેમની ફરજ નિભાવવામાં અવરોધ ઉભો કરવા બદલ ત્રીજો કેસ નોંધવામાં આવ્યો છે. સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top