નવી દિલ્હી: દિલ્હીની (Delhi) તિહાર જેલમાં (Tihar Jail) શુક્રાવરની સાંજે 5 વાગ્યે જેલ નંબર 3માં ગેંગવોર (Gang War) થયો હતો. આ વોરમાં 5 કેદીઓ ઘાયલ થયા હતાં. ઘાયલ થયેલા તમામને દયાળ હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ વોરમાં પ્રિન્સ તિવેતિયા નામના ગેંગસ્ટરનું મોત થયું હતું. જાણકારી મળી આવી છે કે શુક્રવારે સાંજે 5 વાગ્યે જેલ નંબર 3માં જે ગેંગવોર થયો હતો તેમાં પ્રિન્સ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના શરીર પર ચપ્પુથી 5થી 7 વખત વાર કરવામાં આવ્યાં હતા. આ ધટના અંગેની જાણ પોલીસ અધિકારીઓને થતાં તેઓ તરત જેલ નંબરમાં 3માં પહોંચ્યાં હતા અને મામલો શા માટે ગરમાયો અને આ વોર શરૂ થઈ તેની તપાસમાં હાલ પોલીસ લાગી છે. આ ઉપરાંત ઘાયલ થયેલ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે આ વોર શા માટે થયું હતું તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી.
- શુક્રવારે સાંજે 5 વાગ્યે જેલ નંબર 3માં જે ગેંગવોર થયો
- પ્રિન્સ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો, 5થી 7 વખત વાર કરવામાં આવ્યાં
જાણકારી મળી આવી છે કે સાંજે 5 વાગ્યાના અરસામાં આ ગેંગવોરમાં ટોપ મોસ્ટ વોન્ટેડ તેમજ દિલ્હીનો દાઉદ કહેનારો ગેંગસ્ટક હાશિમ બાબાનો સાથી પ્રિન્સની રોહિત ચૌધરી ગેંગ સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી એટલી હદે વધી ગઈ હતી કે જેમાં પ્રિન્સ પર ચપ્પુથી હુમલાઓ કરવામાં આવ્યા હતા અને તેનું મોત થયું હતું.
જણાવી દઈએ કે તાજેતરમાં જ તિહાર પ્રશાસને જેલમાં દરોડા પાડીને મોટી સંખ્યામાં સર્જિકલ બ્લેડ, મોબાઈલ વગેરે જપ્ત કર્યા છે. જેલ પ્રશાસનને 9 માર્ચે સાંજે લગભગ 6.30 વાગ્યે તિહાર જેલ નંબર-3માં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી હતી. આના પર તિહાર પ્રશાસને જેલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક પેકેટમાંથી 23 સર્જિકલ બ્લેડ, દવાઓ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.