National

ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળેલી ભેટ: મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) દ્વારા જાહેર કરાવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રૂ. 920 કરોડથી વધુના ખર્ચે બનેલ આ ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ દિલ્હીને (Delhi) કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળેલી ભેટ (Gift) મળી છે. આ પ્રોજેક્ટનો (Project) મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રગતિ મેદાન ખાતે યોજાનાર વિશ્વ કક્ષાના પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં સરળતાથી પ્રવેશ મેળવવામાં મદદ કરવાનો રહેશે. મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્ઘાટન કરતા પહેલા ટનલનું નિરીક્ષણ કર્યું હતું. વધારામાં તેઓએ જણાવ્યું હતું કે પ્રગતિ મેદાનની પ્રગતિ છેલ્લા ઘણાં સમય અટકેલી હતી. અગ્નિપથ વિવાદ અંગે પીએમ મોદીએ કહ્યુ કે આ આજનું નવુ ભારત છે. આ ભારત સમાધાન કરે છે. તેમણે કહ્યું કે નવું કામ શરૂ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં દિલ્હી-એનસીઆર મેટ્રોની સેવાનું વર્તુળ 193 કિલોમીટરથી આશરે 400 કિલોમીટર સુધી પહોંચી ગયું છે. 

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતે ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ પ્રગતિ મેદાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 920 કરોડથી વધુ થઈ ગઈ છે. વડાપ્રધાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 920 કરોડથી વધુના ખર્ચે બનેલ આ ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રગતિ મેદાન ખાતે યોજાનાર વિશ્વ કક્ષાના પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં સરળતાથી પ્રવેશ મેળવવામાં મદદ કરવાનો રહેશે. પીએમઓ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ અંડરપાસમાં સ્માર્ટ ફાયર મેનેજમેન્ટ, આધુનિક વેન્ટિલેશન અને ઓટોમેટેડ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ડીજીટલ ઓપરેટેડ સીસીટીવી કેમેરા અને ટનલની અંદર જાહેર જાહેરાત સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

પ્રગતિ મેદાન ખાતે ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને પાંચ અંડરપાસ હવે આયોજકો અને મુલાકાતીઓને પ્રગતિ મેદાન ખાતે યોજાનાર કોઈપણ પ્રદર્શનમાં સરળતાથી પ્રવેશ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટની મદદથી વાહનોની અવરજવર સુનિશ્ચિત થશે, જેનાથી અહીં આવતા લોકોનો સમય બચશે. પીએમે કહ્યું હતું કે દેશની રાજધાનીમાં વિશ્વ સ્તરીય કાર્યક્રમો માટે સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ હોય, એક્ઝિબિશન હોલ હોય, તે માટે ભારત સરકાર સતત કામ કરી રહી છે. 

Most Popular

To Top