ભરૂચ: (Bharuch) કેન્દ્ર સરકારે ભરૂચ જિલ્લામાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના (Express Way) દિલ્હી-સુરત સેક્શનને માર્ચ સુધીમાં 300 કિલોમીટરથી વધુના બે વધારાના સ્ટ્રેચ લગભગ પૂર્ણતાના આરે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (Highway Ministry) દ્વારા વડોદરા અને અંકલેશ્વર વચ્ચેનો ૧૦૦ કિમીનો રોડ સામાન્ય કામને છોડતા તૈયાર થયો છે અને આ રોડના ઉદઘાટનની રાહ હાલમાં જોવાઈ રહી છે. જો કે, લોકસભાની ચૂંટણી પહેલા આ રોડ લોકાર્પણ થવાની શક્યતા દેખાઈ રહી છે.
- 100 કિમીનો વડોદરા અને અંકલેશ્વર રોડ લગભગ તૈયાર
- 1 લાખ કરોડના ખર્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પૂર્ણતાના આરે
- એક્સપ્રેસ-વે 2025 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થશે
શુક્રવારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, મંત્રાલય માર્ચ સુધીમાં દિલ્હી-સુરત સેક્શન શરૂ કરાશે. જેને લઈને આગામી માર્ચ સુધીમાં દિલ્હી-સુરત કનેક્ટિવિટી (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે) દ્વારા હશે,” જૈને જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર સુધીમાં સમગ્ર દિલ્હી-મુંબઈ રોડ ટ્રાફિકની અવરજવર થઇ શકશે. મુંબઈથી જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ સુધીનો 94 કિલોમીટરનો રોડ 2025માં તૈયાર થઈ જશે.
વધુમાં ઉમેર્યું છે કે, 1,386 કિલોમીટરના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાંથી, 920 કિલોમીટરના પટ પર લગભગ 67 ટકા કામ થઈ ગયું છે. “વડોદરા અને અંકલેશ્વર વચ્ચેના ચાર પેકેજ હવે તૈયાર છે અને થોડું કામ બાકી છે. જેને લઈને આવનારા અઠવાડિયામાં આ રોડના ઉદઘાટન માટે અપેક્ષા રાખી રહ્યા છે.” રાજ્યોની દૃષ્ટિએ 1,386 કિમીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાંથી સૌથી વધુ હિસ્સો 432 કિમીનો ગુજરાતમાં છે. દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવાની અપેક્ષા સાથે, 1,386 કિમીનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. તેને લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.