National

દિલ્હી: પ્રેમિકાના પરિવારે લગ્નની ના પાડતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ રૉડ મારી હત્યા કરી

નવી દિલ્હી : દિલ્હીના (Delhi) પોશ વિસ્તારના માલવીયા નગર (Malviya Nagar) માં એક યુવતીની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. માલવિયા નગરમાં ઓરોબિંદો કોલેજ (Aurobindo College) પાસે એક વ્યક્તિએ રૉડ વડે એક યુવતી પર હુમલો કરી હત્યા કરી નાખી હતી. રૉડ (Rod) વડે એટલી જોર હુમલો કરવામાં આવ્યો હતો કે તે યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મૃતક યુવતી ઓરોબિંદો કોલેજની વિદ્યાર્થી હતી. આ વિદ્યાર્થીની ઓળખ નરગીસ તરીકે થઈ છે. નરગીસની ઉંમર 25 વર્ષ છે. ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથઘરી હતી.

પોલીસે વિદ્યાર્થીનીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્નારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે લગ્ન કરવાનો ઇનકાર કરતાં તેની હત્યા કરી હતી. આરોપી અને વિદ્યાર્થીની બંને સંબંધી હતા.

આરોપી અને મૃતક યુવતી સગા-સંબંધી
દિલ્હીના સાઉથ ઝોનના ડીસીપી ચૈધરીએ જણાવ્યું હતું કે અમને સુચના મળી હતી કે માલવીય નગરમાં આવેલ અરવિંદ કોલેજ પાસે એક યુવતીની લાશ મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમને ઘટના સ્થળે યુવતી પાસેથી એક રૉડ મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી અને મૃતક યુવતી સગા-સંબંધી હતા. ઈરફાન અને નરગીસની માતા સગી બહેનો છે. ઈરફાન અને નરગીસના લગ્ન પણ નક્કી થઈ ગયા. પરંતુ, ઈરફાને કંઈ ખાસ કર્યું નથી. એટલા માટે નરગીસના પરિવારે આ લગ્નનો ઇનકાર કર્યો હતો. હાલમાં ઈરફાન ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. જે નરગીસના પરિવારજનોને પસંદ ન હતું.

આરોપી સંગમ વિહારનો રહેવાસી છે
આરોપીએ પોતાનું નામ ઈરફાન ખાન જણાવ્યું હતું. તેની ઉંમર 28 વર્ષ છે. આરોપી સંગમ વિહારનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીના પરિવારે ઈરફાન ખાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે પછી વિદ્યાર્થીનીએ ઈસાખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. લગ્ન કરવાની ના પાડતા યુવક નારાજ થઈ ગયો હતો. વિદ્યાર્થીએ આ વર્ષે કમલા નેહરુ કોલેજમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તે માલવિયા નગર વિસ્તારમાંથી સ્ટેનો કોચિંગ કરી રહી હતી.

દિલ્હીના ડાબરી વિસ્તારમાં મહિલાને ગોળી મારીને હત્યા કરવામાં આવી
દિલ્હીમાં અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી. દિલ્હીના ડાબરી વિસ્તારમાં ગુરુવારે એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જોકે આરોપીની ઓળખ કર્યા બાદ જ્યારે પોલીસ આરોપીને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. આરોપીએ દેશી બનાવટની પિસ્તોલથી પોતાને ગોળી મારી દીધી હતી.

Most Popular

To Top