નવી દિલ્હી: નવી દિલ્હીના (New Delhi) ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસીની (Israel Embassy) પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ (Blast) થયાની માહિતી સામે આવી છે. ત્યારથી સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
જો કે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર વિભાગ અને પોલીસે (Police) એક કલાક સુધી તપાસ કરી હતી. પરંતુ હજુ સુધી એવું કંઈ જ મળ્યું નથી. આ બ્લાસ્ટ અંગે કોલ કોણે કર્યો અને શા માટે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
હકીકતમાં, આજે સાંજે લગભગ 6 વાગ્યે એક અજાણ્યા કોલરે દિલ્હી ફાયર સર્વિસ વિભાગને કથિત વિસ્ફોટ વિશે જાણ કરી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસ સ્પેશિયલ સેલની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી હતી.
તેમજ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જ્યારે આ બ્લાસ્ટ અંગે કોલ કોણે કર્યો અને શા માટે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે ઈઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટ પર ત્રણ-ચાર લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ વિસ્ફોટ કયા પદાર્થથી થયો અને તે કયો પદાર્થ હતો તેની શોધ ચાલુ છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.