નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi) આવેલ ઐતિહાસિક (Historical) જામા મસ્જિદમાં (Jama Masjid) લાગેલ એક નોટિસનાં (Notice) કારણે મોટો વિવાદ સર્જાઈ ગયો છે. મસ્જિદના પરિસરમાં જગ્યાએ નોટિસ લગાવવામાં આવી છે- જામા મસ્જિદમાં છોકરી કે છોકરીઓને એકલા અંદર આવવાની મનાઇ ફરમાવવામાં છે. આ નોટિસ જાહેર થતાંની સાથે જ વિવાદો શરૂ થઇ ગયાં છે. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે ભારતમાં તાલિબાની નિર્ણયોને માન્યતા ન આપી શકાય. હવે જામા મસ્જિદનાં PRO અધિકારીએ આ વિવાદ પર સ્પષ્ટતા જાહેર કરી છે.
વિવાદને લઈને PRO અધિકારીએ આપ્યો જવાબ
આ સળગતા મુદ્દા બાદ વિવાદોએ જોર પકડી લીધું છે. જેને લઈને હાબે જામા મસ્જિદનાં PRO અધિકારીએ કહ્યું કે મહિલાઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી નથી. જ્યારે છોકરીઓ એકલી આવે છે ત્યારે ખોટા કામો થાય છે અને વીડિયો બનાવવામાં આવે છે. પરિવાર કે પરિણીત જોડાંની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી નથી. મસ્જિદને મિટીંગ પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે જે ખરા અર્થમાં સ્વિકૃત ગણી શકાય નહિ.
બોર્ડ તરફે કોઈ ભૂલ હતી :જનરલ સેક્રેટરી
આ વિવાદ બાદ એક પછી એક ખુલાસાઓના દોર શરુ થઇ ગયા છે. અને ત્યારબાદ જામા મસ્જિદના સેક્રેટરીએ આ વિવાદને લઇ RWAનાં જનરલ સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,બોર્ડમાં કોઇક ભૂલ થઇ હતી હવે આ મુદામાં અમે શાહી ઇમામની સાથે વાત કરવાનાં છીએ. સમય જતાં આ ભૂલને ઠીક કરી દેવામાં આવશે. હવે શું ભૂલ કે શું ચૂક થઇ તેને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા બોર્ડ તરફથી આવી તેઓ એવું કહી રહ્યા છે કે આ ભૂલને સુધારી લેવામાં આવશે.
દલીલ બાજીઓના દોર શરુ થયા
આ નિર્ણયને તાલિબાની નિર્ણય સાથે તુલના કરવામાં આવી છે.મસ્જિદના પ્રસ્સન તરફે અને પીઆરઓએ એવી દલીલો કરી હતી કે મસ્જિદમાં જો છોકરીઓ એકલી આવે છે ત્યારે ખોટી હરકતો કરે છે.પ્રસાસન તરફથી આ કારણોસર જ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.જોકે પરિવાર સાથે આવતી મહિલાઓ ઉપર કોઈ રોક લાગવવામાં નહિ આવે તેવું જણાવ્યું હતું.પરંતુ આ જગ્યાને જો મિટિંગ પ્લેસ અથવા તો વિડીયો ઉતારવાના માધ્યમ માટે ઉપયોગ કરવો,પાર્ક સમજીને આવવું,ડાન્સ કરવો તે યોગ્ય બાબત નથી.