નવી દિલ્હી (New Delhi): દિલ્હી હાઈકોર્ટે (High Court) ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (BJP MP Subramanian Swamy) અરજી પર કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને સાંસદ રાહુલ ગાંધીનો (Rahul Gandhi) જવાબ માંગ્યો છે. ભાજપના સાંસદ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) નીચલી અદાલતના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. ટ્રાયલ કોર્ટે તેમની અરજીમાં રજૂ કરાયેલા પાયાના પુરાવાના આધારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને અન્ય સામે કાર્યવાહી કરવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો હતો.
જસ્ટિસ સુરેશ કૈટે સોનિયા અને રાહુલ ગાંધી કોંગ્રેસના જનરલ સેક્રેટરીઓ ઓસ્કર ફર્નાન્ડિઝ, સુમન દુબે, સામ પિત્રોડા અને ‘યંગ ઈન્ડિયા’ (Young India) ને 12 એપ્રિલ સુધીમાં સ્વામીની અરજીનો જવાબ આપવા કહ્યું હતું. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વતી એડવોકેટ સત્ય સભરવાલ અને કોંગ્રેસ વતી એડવોકેટ તરન્નમ ચીમાની હાજર રહ્યા હતા. ભાજપના નેતાએ નીચલી અદાલતમાં દાખલ કરેલી ખાનગી ગુનાહિત ફરિયાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય લોકો પર, નેશનલ હેરાલ્ડ અખબાર દ્રારા કપટપૂર્વક અને અયોગ્ય રીતે નાણાં મેળવવાનું કાવતરું કરવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગાંધીઓ અને અન્ય લોકો પર માત્ર 90.25 કરોડ જેટલી મોટી રકમ સામે 50 લાખની રકમ આપીને છેતરપિંડી અને અયોગ્ય ભંડોળનું ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો, જેના દ્વારા યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ (વાય) એ નેશનલ હેરાલ્ડના માલિક એસોસિયેટ જર્નલસ લિ. કોંગ્રેસને દેવું છે. જો કે રાહુ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસના ખજાનચી મોતીલાલ વોરા, એઆઈસીસીના જનરલ સેક્રેટરી ઓસ્કર ફર્નાન્ડિઝ, સુમન દુબે, સેમ પિત્રોડા અને વાયઆઈએ આ તમામ આરોપોને નકારી દીધા છે.
તે જ સમયે, મહારાષ્ટ્રના ભિવંડીમાં એક કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં સુનાવણી 15 મે સુધી મુલતવી રાખી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્થાનિક અધિકારી રાજેશ કુંતેએ વર્ષ 2014 માં થાણેના ભિવંડીમાં રાહુલ ગાંધીનું ભાષણ જોયા બાદ તેમની સામે કેસ દાખલ કર્યો હતો.આ ભાષણમાં કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હતો. રાહુલ ગાંધી 2018માં ભિવંડીમાં મેજિસ્ટ્રેટની અદાલતમાં હાજર થયા હતા અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. ત્યારબાદ તેની સામે આરોપો લગાવવામાં આવ્યા હતા અને આ કેસની સુનાવણી શરૂ થઈ હતી.
શનિવારે મેજિસ્ટ્રેટ જે.વી. પાલીવાલ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે ગાંધીના વકીલ નારાયણ ઐયરે કોંગ્રેસના નેતાને કોવિડ -19 ના પ્રતિબંધો ટાંકીનેમુક્ત કરવાની વિનંતી કરી હતી. કોર્ટે તેમને મંજૂરી આપી. આ કેસના પુરાવા રૂપે કેટલાક દસ્તાવેજો રજૂ કરવાની મંજૂરી માંગતી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીને ટાંકીને કુંતેના વકીલ પી.પી.જયવંતે સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરી હતી. મેજિસ્ટ્રેટ પાલીવાલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે નીચલી અદાલતમાં સુનાવણી સ્થગિત કરવાનો આદેશ આપ્યો નથી. જયવંતે આ કેસની મુલતવી રાખવાની વિનંતી કરી, જેને કોર્ટે મંજૂરી આપી હતી. કોર્ટે કેસની વધુ સુનાવણી માટે 15 મેની તારીખ નક્કી કરી છે અને તે જ દિવસે ફરિયાદીનું નિવેદન પણ નોંધાય તેવી સંભાવના છે.