ગાંધીનગર: દિલ્હીના (Delhi) સી.એમ. અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) દ્વારા ગુજરાત (Gujarat) ભાજપના (BJP) પ્રમુખની નિમણૂંકના મામલે ટોણો મારતા હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના બચાવમાં આગળ આવ્યા છે. સંઘવીએ કહ્યું છે કે કેજરીવાલને હવે ગુજરાતની (Gujarat) પ્રજા જવાબ આપશે. ગુજરાતમાં અન્ય પ્રાંતના લોકો ધંધા-રોજગારી અર્થે આવે છે અને ગુજરાતને પોતાનું જ ઘર માનીને સુખેથી રહે છે, આ જ ગુજરાતનો સ્વભાવ છે. ગુજરાતમાં સૌને તક પણ મળે છે. ગઈકાલે કેજરીવાલે ભરૂચમાં એવો ટોણો માર્યો હતો કે તમને ગુજરાતના 6.50 કરોડ લોકોમાંથી કોઈ ના મળ્યું કે તમારે મહારાષ્ટ્રના નેતાને પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવવા પડ્યા.. ?
સંઘવીએ પાટીલનો બચાવ કરતાં કહ્યું હતું કે જેની જેવી સમજ અને વિચાર, તે તેવી વાત કરે છે. બાકી ગુજરાતની પ્રજા વિકાસમાં માનનારી છે એટલે ચૂંટણીમાં કેજરીવાલને પ્રજા જ જવાબ આપશે. બાકી ગુજરાતમાં સૌ કોઈને રોજગારી તથા ધંધાની તક મળે છે. આપણા રાજ્યના લોકો ભાઈચારા સાથે રહે છે. આપણા રાજ્યમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ તથા છત્તીસગઢના લોકો પણ રોજગારી માટે વસે છે, ગુજરાત સૌને સમાવી લે છે.
કેજરીવાલ પર વળતો રાજકીય પ્રહાર કરતાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. સી.આર. પાટીલે કેજરીવાલને ખાલીસ્તાની સમર્થક ગણાવ્યા હતા. પાટીલે ટવીટ્ટ કરીને કેજરીવાલને આ જવાબ આપ્યો હતો.