National

દિલ્લીમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી નરાધમોએ તેનાં જ પહેરેલા કપડાં વડે ગળું દબાવી દીધું

દિલ્હી : (Delhi) રાજધાની દિલ્હીના નરેલામાં એક સગીરા સાથે ગૈંગરેપ (Gang Rap) કર્યું હતું. ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા (Murder) કરાઈ છે. એક અઠવાડિયા પહેલા બાળકી નજીકની દુકાન પર વસ્તુ લેવા ગઇ હતી. ત્યારથી જ તેના વિશે કોઇ જાણકારી મળી ન હતી. નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશનમાં (Police Station) એક છોકરી ગુમ થઇ છે એવી જાણ થતાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ 15 ફેબ્રુઆરીએ અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસ બાદ એક બંદ દુકાનમાંથી તેની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ સગીરા સાથે ગેગરેપ થયું હતું. સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં 32 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

  • છેલ્લા એક અઠવાડિયાથી લાપતા હતી સગીરા
  • આરોપીએ મિત્ર સાથે મળી આચર્યુ દુષ્કર્મ
  • બંધ દુકાનમાંથી મળી આવી સગીરાની લાશ

જાણવા મળ્યા મુજબ સગીરાને પહેલા દારૂ પીવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સગીરને તેના જ પલાઝોથી ગળું દબાવી હત્યા કરી હતી. 19 ફેબ્રુઆરીના રોજ ઝાંસીથી પરત આવેલા સન્નોથ ગામના રહેવાસી રાહુલ રાયને તેની દુકાનમાંથી દુર્ગંધ આવી હતી. બીજી તરફ ત્યાં કામ કરતા એક મજૂરના ગુમ થયાની જાણ થઈ હતી. આ પછી આસપાસના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દુકાનનું શટર તોડ્યું તો દુકાનમાંથી સગીરાની લાશ મળી આવી હતી.
ડીસીપીએ કહ્યું કે જ્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો તેની ક્રાઈમ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મૃતદેહને બીજેઆરએમ હોસ્પિટલ જહાંગીરપુરીના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો. આ પછી પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને આરોપીઓને પકડવા માટે ઘણી ટીમો તૈનાત કરી હતી. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ યુવતીના પરિચિત છે અને હરદોઈના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન પકડેયેલ એક આરોપીએ ખુલાસો કર્યો કે તેણે સગીરાને કામના સ્થળે બોલાવી હતી. તેમજ અન્ય વ્યક્તિ સાથે મળીને પીડિતાને દારૂ પીવડાવ્યો હતો. ત્યારપછી બંનેએ તેનું યૌન શોષણ કર્યું. અધિકારીએ કહ્યું કે પીડિતા તેની ઓળખ જાહેર કરશે તેવા ડરથી આરોપીએ તેણીએ પહેરેલા ‘પલાઝો’ વડે તેનું ગળું દબાવી દીધું હતું. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે બીજા આરોપીને પકડવા માટે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top