National

દિલ્હી: સુભાષનગરમાં એકાએક 15થી 20 રાઉન્ડ ફાયરિંગના થયાં

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના (West Delhi) સુભાષ નગર વિસ્તારમાં શનિવારે રાત્રે બેફામ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું. આ ઘટનામાં લગભગ 2 લોકો ઘાયલ થયા છે. ફાયરિંગની આ ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. જો કે પોલીસ (Police) સ્થાનિક લોકો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી રહી છે. તેમજ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ પોલીસ પાસે આવી ગયા છે. પોલીસ ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ફાયરિંગની આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગયો છે.

આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે પરસ્પર દુશ્મનીના કારણે આ વિસ્તારમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે આ ઘટના પાછળ કેટલાક બહારના લોકોનો હાથ હોઈ શકે છે. જો કે પોલીસ પાસે હજુ સુધી આ અંગે કોઈ નક્કર માહિતી નથી.

મળતી માહિતી મુજબ ગોળીબારમાં મંડી યુનિયનના અધ્યક્ષ અજય ચૌધરી અને તેમના ભાઈ જસવંત બંને ઘાયલ થયા છે. તેમની કાર પર લગભગ 15 થી 20 વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ડીસીપી ઘનશ્યામ બંસલના જણાવ્યુ છે કે બંનેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હજુ સુધી ફાયરિંગની ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસને જાણ થતા ઘટનાની થોડી જ વારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ક્રાઈમ ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક બુલેટના શેલ મળી આવ્યા હતા. પોલીસ આરોપીની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહી છે.

અગાઉ પણ થોડા દિવસો પહેલા દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ દરમિયાન શોભાયાત્રા કાઢવાને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. જહાંગીરપુરી હિંસાને ધ્યાનમાં રાખીને, પોલીસે સુભાષ નગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે, તેમજ સ્થાનિક લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

Most Popular

To Top