National

દિલ્હીમાં BJPનો મોટો પલટો: મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી નહિં લડે

નવી દિલ્હી: આપ (AAP) અને ભાજપ (BJP) વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી રસાકસીની જંગ છેડાય હોય તેવો માહોલ સર્જાયા છે. દિલ્હી લીકર પોલીસ કેસ મામલે મનિષ સિસોદિયાની ધરપકડ પછી સીએમ (CM) અરવિંદ કેજરીવાલની પણ CBIએ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત કેજરીવાલે પોતાના ઘરને બનાવવા માટે જે ખર્ચો કર્યો છે તે માટે પણ તે આંખે ચડી છે. ત્યારે હવે દિલ્હીમાં BJPએ મોટો પલટો માર્યો છે. ભાજપે દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાંથી પોતાના ઉમેદવારોના નામ પાછા ખેંચી લીધા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો શૈલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે.

તમામ પ્રયાસો છતાં આમ આદમી પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીઓ અને વોર્ડ કમિટીઓની રચના થવા દેતી નથી: BJP
આ અંગે ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે અમારા તમામ પ્રયાસો છતાં આમ આદમી પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીઓ અને વોર્ડ કમિટીઓની રચના થવા દેતી નથી, જેના કારણે મહાનગરપાલિકામાં કોઈ કામ થઈ રહ્યું નથી. ભાજપ તરફથી ઉમેદવારને હટાવ્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બનશે તે નક્કી થઈ ગયું છે. બીજી તરફ ડેપ્યુટી મેયર પદ પર AAPના ઉમેદવાર આલે મોહમ્મદ ઈકબાલની જીત પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. મેયરની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઈ હતી અગાઉ ફેબ્રુઆરીમાં બંને પદો પર પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય મેયર પદે અને આલે મોહમ્મદ ઈકબાલ ડેપ્યુટી મેયર પદ પર જીત્યા હતા. શૈલી ઓબેરોયે 150 મત મેળવીને ચૂંટણી જીતી હતી. તેના વિરોધમાં ભાજપે રેખા ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. તેમને 116 મત મળ્યા હતા.

AAPએ મેયર અને ડેપ્યુટી મેયર પદ પર જીત મેળવી હતી. વાસ્તવમાં ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 265 વોટ પડ્યા હતા. જેમાં 2 મત અમાન્ય જાહેર થયા હતા. ડેપ્યુટી મેયરની સીટ પર આમ આદમી પાર્ટીના આલે મોહમ્મદ ઈકબાલ 147 વોટ મેળવીને જીત્યા હતા. બીજી તરફ ભાજપના ઉમેદવાર કમલ બગડીને 116 વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના 9 ચૂંટાયેલા કાઉન્સિલરોએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગત વખતે મેયરની ચૂંટણી માટે ચાર વખત ગૃહની બેઠક બોલાવવી પડી હતી. ચોથી વખત મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું.

Most Popular

To Top