National

ભારતમાં દિલ્હીથી કાશ્મીર સુધી ધરતી ધ્રુજી

નવી દિલ્હી: દિલ્હી-NCR અને પંજાબમાં (Punjab) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોય તેવી જાણ મળી છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, જમ્મુ-કાશ્મીર સહિત અનેક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 હોવાનું જાણવા મળ્યું છે.

જાણકારી મળી આવી છે મંગળવારની મોડી રાત્રિએ આવેલો ભૂકંપ લગભાગ 10 વાગીને 17 મીનિટે આવ્યો હતો. જાણકારી મળી આવી છે કે આ ભૂકંપના ઝટકા પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પણ અનુભવવામાં આવ્યાં હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફધાનિસ્તાથી 90 કિલોમીટર દૂર આવેલું હિંદુકુશ હોઈ એવું સામે આવ્યું છે.

હરિયાણાના ગુરુગ્રામમાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે મેટ્રો પણ રોકી દેવામાં આવી હતી. જ્યારે યુપીના ગાઝિયાબાદમાં આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા હતા. દિલ્હીના શકરપુરમાં એક ઈમારત ઢળી ગઈ હોય તેવી પણ જાણકારી મળી આવી છે. આ બિલ્ડિંગ મેટ્રો પિલર નંબર 51 પાસે છે. ધટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ ધટના સ્થળ પર પહોંચ્યા હતાં. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા હતા. 

શું ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સની ધારણા સાચી પડશે!
ગયા મહિને ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યા હતા. જેના કારણે પચાસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પછી ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે જાહેરાત કરી કે એશિયન દેશો આગળની લાઇનમાં છે. એક વીડિયોમાં ફ્રેન્ક હોગરબિટ્સ મોટા ભૂકંપની આગાહી કરતા જોવા મળ્યા હતા. હોગરબિટ્સે કહ્યું હતું કે એશિયાઈ દેશો તુર્કી જેવા ભૂકંપ અથવા કુદરતી આફતોનો સામનો કરશે. તેમના મતે, આગામી ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને અંતે પાકિસ્તાન અને ભારતને પાર કરીને હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.

Most Popular

To Top