National

મુખ્યમંત્રી રેખા ગુપ્તા મંત્રીઓ સાથે વાસુદેવ ઘાટ પહોંચ્યા, યમુના આરતી કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના મંત્રીઓ સાથે સચિવાલયથી દિલ્હીના વાસુદેવ ઘાટ પહોંચ્યા હતા. અહીં સીએમ રેખા ગુપ્તાએ સમગ્ર મંત્રીમંડળ સાથે યમુના આરતી કરી હતી. મંત્રીમંડળે યમુના આરતી કરી હોય તેવી આ પહેલી ઘટના છે.

શપથ લીધાના 6 કલાક પછી ગુરુવારે સાંજે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ યમુના ઘાટ પર આરતી કરી. તેમની સાથે છ મંત્રીઓ પણ હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યમુનાની સફાઈ એક મોટો મુદ્દો હતો. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યમુનાને સાફ કરવાનું વચન પણ આપ્યું હતું. આ કાર્યક્રમને આના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે.

રેખા ગુપ્તાએ આજે ​​ગુરુવારે (20 ફેબ્રુઆરી) દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે વિકસિત દિલ્હી માટે જનતાને આપેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે. તેમણે યમુનાની સફાઈ અંગે પણ વાત કરી.

આજે સાંજે યમુના ઘાટ પર આરતી કરાયા બાદ સાંજે 7 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યમુના ઘાટ પર ચાર આરતી સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. યમુના નદીના કિનારે આવેલા વાસુદેવ ઘાટનું શણગાર કરાયું હતું. અહીં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ સમગ્ર મંત્રીમંડળે યમુનાની પૂજા કરીને ઇતિહાસ રચ્યો હતો. મંત્રીમંડળે યમુના આરતી કરી હોય તેવું પહેલાં ક્યારેય બન્યું નથી.

આ પહેલા રેખા ગુપ્તાએ આજે ​​બપોરે 12:30 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લીધા હતા. રેખા શાલીમાર બાગ બેઠક પરથી પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. તેઓ દિલ્હીના 9મા અને ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. રેખા પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી મુખ્યમંત્રી હતા.

Most Popular

To Top