National

CM બન્યા બાદ રેખા ગુપ્તાએ યોજી પહેલી કેબિનેટ, જાણો કોને કયા વિભાગ મળ્યા?

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે દિલ્હી સચિવાલયમાં ઔપચારિક રીતે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પહેલા રેખા ગુપ્તાએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ પછી તે સમગ્ર મંત્રીમંડળ સાથે સચિવાલય ગયા. પછી સાંજે તેઓએ યમુના આરતીમાં ભાગ લીધો. આ પછી તેમણે રાત્રે તેમના મંત્રીમંડળ સાથે બેઠક યોજી જે એક કલાક સુધી ચાલી હતી. બેઠકમાં મંત્રીઓને વિભાગો વહેંચવામાં આવ્યા હતા.

રેખા ગુપ્તાએ આજે ​​દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે અને તેમનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આજે બપોરે 12:35 વાગ્યે ઐતિહાસિક રામલીલા મેદાનમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રેખા ગુપ્તાને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાંજે 6 કલાકે તેમના મંત્રીઓ સાથે સચિવાલયથી દિલ્હીના વાસુદેવ ઘાટ પહોંચ્યા હતા. અહીં સીએમ રેખા ગુપ્તાએ સમગ્ર મંત્રીમંડળ સાથે યમુના આરતી કરી હતી. મંત્રીમંડળે યમુના આરતી કરી હોય તેવી આ પહેલી ઘટના છે. ત્યારબાદ સાંજે 7 કલાકે કેબિનેટ બેઠક યોજાઈ હતી. શપથ ગ્રહણના 6 કલાક બાદ જ કેબિનેટની બેઠકમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી.

  • દિલ્હીમાં મંત્રીઓ વચ્ચે વિભાગોનું વિતરણ
  • રેખા ગુપ્તા, મુખ્યમંત્રી – નાણા, આયોજન, GAD, WCD, સેવાઓ, મહેસૂલ, જમીન અને મકાન, I&PR, વિજીલંસ, AR. અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલો કોઈપણ વિભાગ.
  • પ્રવેશ સાહિબ સિંહ, મંત્રી – પીડબ્લ્યુડી, વિધાનસભા બાબતો, આઈ એન્ડ એફસી, પાણી, ગુરુદ્વારા ચૂંટણી
  • આશિષ સૂદ, મંત્રી – ગૃહ, વીજળી, શહેરી વિકાસ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને ટેકનિકલ શિક્ષણ.
  • સરદાર મનજિંદર સિંહ સિરસા, મંત્રી – ખાદ્ય અને પુરવઠા, વન અને પર્યાવરણ, ઉદ્યોગ
  • રવિન્દર ઈન્દ્રરાજ – સમાજ કલ્યાણ, એસસી અને એસટી કલ્યાણ, સહકારિતા, ચૂંટણી
  • કપિલ મિશ્રા, મંત્રી – કાયદો અને ન્યાય, શ્રમ વિભાગ, રોજગાર વિકાસ, કલા વિભાગ, અને સંસ્કૃતિ, ભાષા વિભાગ, પ્રવાસન વિભાગ
  • ડૉ. પંકજ કુમાર સિંહ, મંત્રી- આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પરિવહન, માહિતી ટેકનોલોજી
  • કોને કયો રૂમ મળ્યો?
  • -પ્રવેશ વર્મા મનીષ સિસોદિયાના રૂમમાં બેસશે. આ રૂમ છઠ્ઠા માળે છે.
  • -આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજનો રૂમ મંત્રી આશિષ સૂદને આપવામાં આવ્યો છે.
  • -ગોપાલ રાયનો રૂમ મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહને આપવામાં આવ્યો છે.
  • -મુકેશ અહલાવતનો રૂમ મંત્રી રવિન્દ્ર સિંહ ઇન્દ્રરાજને આપવામાં આવ્યો છે.
  • -મંત્રી કપિલ મિશ્રા ઇમરાન હુસૈનના રૂમમાં બેસશે.
  • -મંત્રી મનજિંદર સિંહ સિરસા રઘુવેન્દ્ર શૌકીનના રૂમમાં બેસશે.

આ બધા વય્યે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા. રેખા ગુપ્તાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે એક-એક પૈસાનો હિસાબ આપવો પડશે. પોતાની સરકાર વિશે બોલતા તેમણે કહ્યું કે અમે વિકસિત દિલ્હીનું વચન પૂર્ણ કરીશું. એક પણ દિવસ બગાડવામાં નહીં આવે. દિલ્હીના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય તેમના માટે ખુલ્લું છે. 5 વાગ્યે આપણે યમુના આરતી માટે જઈશું. 7 વાગ્યે કેબિનેટની બેઠક થશે. આપણે સાથે મળીને એજન્ડા નક્કી કરીશું.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગૃહ અને નાણાં મંત્રાલય પોતાની પાસે રાખે તેવી શક્યતા છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્માને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તેમને શિક્ષણ, પરિવહન અને પીડબ્લ્યુડીની જવાબદારી સોંપવામાં આવે તેવું જાણવા મળ્યું છે. વિભાગોના વિભાજન અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નવી સરકાર આવનારા એક કે બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.

Most Popular

To Top