National

દારૂ કૌભાંડ કેસમાં CM અરવિંદ કેજરીવાલને મોટો ફટકો, હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે માંગતી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલ જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલામાં મોટો નિર્ણય સંભળાવતા કેજરીવાલના જામીન પર સ્ટે યથાવત રાખ્યો છે. આ નિર્ણય બાદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં જ રહેશે. કોર્ટે આજે સ્પષ્ટપણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલના જામીન પરનો સ્ટે ચાલુ રહેશે. EDએ તેમના જામીન રદ કરવા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટે સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી જામીન પર સ્ટે ચાલુ રાખવાનો નિર્ણય આપ્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ટ્રાયલ કોર્ટના આદેશને ખામીયુક્ત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલને રાહત ન મળવી જોઈએ. કેજરીવાલને 20 જૂને નીચલી અદાલતે જામીન આપ્યા હતા. 21 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રીને આપવામાં આવેલા જામીનને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સીએ ટ્રાયલ કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવા માટે તાત્કાલિક અરજી દાખલ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સુધીર કુમાર જૈનની સિંગલ બેન્ચે આજે આ કેસની સુનાવણી કરી અને પોતાનો ચુકાદો સંભળાવ્યો. તમને જણાવી દઈએ કે કેજરીવાલને 20 જૂનના રોજ નીચલી અદાલતે જામીન આપ્યા હતા, ત્યારબાદ EDએ આ જામીનના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જામીન રદ કરવાની માંગ કરી હતી. 21 જૂને દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Most Popular

To Top