Charchapatra

બે જગ્યાએ ઉમેદવારીનો નિયમ કાઢી નાંખો

ધારાસભ્ય કે સાંસદ તરીકે બે જગ્યાએ ઉમેદવારી કરવી કોઇ પણ ઉમેદવાર ધારાસભ્ય કે સાંસદ તરીકે બે જગ્યાએથી ઉમેદવારી કરે છે. કયારેક એવુ બને છે કે બંને જગ્યાએ તે જીતી જાય છે. ત્યારે બેમાંથી એક જગ્યા રાખીને બીજી જગ્યાએથી રાજીનામું આપીને તે જગ્યા ખાલી કરે છે. ત્યારે પરિસ્થિતિ એવી ઉભી થાયછે કે તે જગ્યાની ફરીથી ચૂંટણી કરાવવી પડે છે. આ કોઇ પણ રીતે વ્યાજબી નથી. સામાન્ય માણસને પણ સમજ પડે છે કે ફરીથી ચૂંટણી કરાવવાની ખર્ચ બેવડાય છે અને સરકારી તંત્રને આ માટે ફરીથી સમય ફાળવો પડે છે.

તેમને તો પગાર ભથ્થામાં મળે છે. તેમાં કોઇ ફેર પડતો નથી. પણ મતદાતાઓએ અગાઉ સમય અને આર્થિક ભોગ આપેલ હતો તેમને ફરીથી ભોગ આપવો પડે છે.આમ બધી જ રીતે સમય અને આર્થિક રીતે આરીત નુકસાનકારક છે. આ બાબત  કોઇ પણ રીતે સુસંગત નથી તેમ છતાં વિકલ્પરૂપે બીજી જગ્યાએ ફરીથી ચૂંટણી કરાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવાર પાસેથી વસુલવો જોઈએ. આ સાચો ઉપાય તો એ છે કે કોઇ ઉમેદવાર બે જગ્યાએ ઉમેદવારી કરી ન શકે તેવો સુધારો વહેલામાં વહેલી તકે કરવો જોઈએ. ને સાચી લોકશાહીનો સાચો ઉપાય છે.
ગાંધીનગર          – ભગવાનભાઈ ગોહેલ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top