છે માત્ર શબ્દ અઢીઅક્ષરનો પણ તેનો પ્રભાવનો ઉજાસ અનંત છે- કુટુંબમાં વૈભવી સુખ હશે પણ જો એકબીજા પ્રત્યે પ્રેમાળ વર્તન ન હશે તો કુટુંબના વાતાવરણમાં મન:દુખ રહેશે. જે આવકાર્ય નથી. મતભેદ હોઈ શકે, પણ મન દુ:ખ ન હોવું જોઈએ. પ્રેમરૂપી ખજાનો, પ્રભુશ્રીએ સૌને આપ્યો છે. બસ, આ પ્રેમને બીજા પ્રત્યે પ્રદર્શીત કરો, જેટલો આપશો તેનાથી બેગણો તમોને પાછો મળશે. પ્રેમ એ આશીર્વાદ છે. પ્રેમ એ સ્વભાવ છે. વિકટ પરિસ્થિતિમાં એકબીજાને જરૂરી સહાય, સેવા કે સહકારની ભાવના રાખો તે પણ પ્રેમની જ ભાષા છે. બીજુ LOVE YOURSELF FIRST જીંદગી એ પણ એક પ્રેમ/Ṁપ્યારનું ગીત છે. મુશ્કેલીઓનો સામનો પ્રેમ અને ધીરજપૂર્વક કરો, પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમ તમો પર સદાય હોય જ છે. પ્રેમને વિકસાવો એ તમને હંમેશા ખીલતા રાખશે.
સુરત – દિપક બી. દલાલ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાયદો અને વ્યવસ્થા
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી છેલ્લા ઘણાં સમયથી કથળી ગઈ હોય એની પ્રતીતિ વિવિધ અખબારોમાં આવતા અસામાજિક તત્વોના આતંકના સમાચારોથી થતી રહે છે. હાલમાં જ ડીજીપી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે પોલીસ તમામ કામ પડતાં મૂકીને ૧૦૦ ક્લાકમાં રાજ્યભરના અસામાજિક ગુંડા તત્વોની સામે કાર્યવાહી કરે. જે આ બાબતની પુષ્ટિ કરે છે કે ગુજરાતમાં ગુંડારાજ હાવી થઈ ગયું છે અને પોલીસ અને કાયદાનું વર્ચસ્વ ઘટી ગયું છે. જો સરકાર અને પોલીસ વિભાગ ઇચ્છે તો નિજી સ્વાર્થ છોડી કોઈના પણ ધાકદબાણમાં આવ્યા વગર, ભ્રષ્ટાચાર કે લાંચરૂશ્વત વગર, ગમે તેવા ચમરબંધી કાયદાના સકંજામાં લઈ જ શકે છે. કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને ગુનેગારો છૂટે નહીં તેની કાળજી રાખી સટીક કાર્યવાહી કરવામાં આવે તો આ ગુંડારાજ ઘડીના છઠ્ઠા ભાગમાં નિયંત્રિત કરી શકાય અને આમજનતાને ભયમુકત બનાવી શકાય એમ છે.
સુરત – મિતેશ પારેખ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
