નવી દિલ્હી: ચંડીગઢના (Chandigarh) મેયરના વિવાદમાં સુપ્રીમ કોર્ટના (Supreme Court) મોટા નિર્ણય બાદ સોમવારે ચંદીગઢમાં સિનિયર ડેપ્યુટી મેયર (Senior Deputy Mayor) અને ડેપ્યુટી મેયરની (Deputy Mayor) ચૂંટણીનું (Election) આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અગાવ પણ ભાજપે મેયર ચુંટણીમાં જીત મેળવી હતી. પરંતુ મામલો ચીટીંગના આરોપો સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
આજે સોમવારે ચંડીગઢમાં યોજાયેલી સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર કુલજીત સિંહ સંધુએ ચૂંટણી જીતીને ચંદીગઢના વરિષ્ઠ ડેપ્યુટી મેયર બન્યા છે. તમને જણાવી દઈએ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે AAP ઉમેદવારને વિજયી જાહેર કર્યા છે.
જણાવી દઇયે કે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ભાજપ અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો હતો. બંને પક્ષોના ઉમેદવારોએ 28 ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધાવી હતી. સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે ગઠબંધનના ઉમેદવાર ગુરપ્રીત સિંહ ગાબી અને ભાજપના ઉમેદવાર કુલજીત સિંહ સંધુ વચ્ચે અને ડેપ્યુટી મેયર પદ માટે ગઠબંધનના ઉમેદવાર નિર્મલા દેવી અને ભાજપના ઉમેદવાર રાજીન્દર શર્મા વચ્ચે મુકાબલો હતો.
ચંદીગઢના સિનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં બીજેપીના કુલજીત સિંહ સંધુએ જીત મેળવી છે. ડેપ્યુટી મેયર પદ પર ભાજપના રાજીન્દર શર્માએ ગઠબંધનના નિર્મલા દેવીને બે વોટથી હરાવ્યા હતા. ભાજપને 19 અને ગઠબંધનને 17 વોટ મળ્યા હતા.
બીજી બાજુ સિનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનનો એક મત રદ થયો છે. ચૂંટણીમાં ભાજપને 19 અને ગઠબંધનને 16 વોટ મળ્યા હતા. તેમજ એક મત રદ કરવામાં આવ્યો છે. તેમજ માનવામાં આવે છે કે અકાલી દળના હરદીપ સિંહે ફરી ભાજપને વોટ આપ્યો છે.
ભાજપમાં જોડાયેલા ત્રણેય કાઉન્સિલરો સીધા ચૂંટણીમાં ઉતર્યા હતા
વોર્ડ નંબર 16 કાઉન્સિલર પૂનમ, વોર્ડ નંબર 19 કાઉન્સિલર નેહા અને વોર્ડ નંબર 20ના કાઉન્સિલર ગુરચરનજીત સિંહ કાલા તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. તેમજ સોમવારે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે ત્રણેય કાઉન્સિલરો હોટેલથી સીધા મહાનગરપાલિકા પહોંચ્યા હતા. તેમજ ચૂંટણીમાં ભાગ લીધો હતો.