એક દિવસ એક વયોવૃદ્ધ બોધીસત્વ પાસે એક નવો શિષ્ય આવ્યો અને પૂછવા લાગ્યો, ‘ગુરુજી, મને સમજાવો કે જીવન પ્રેમથી, શાંતિથી અને આનંદ સાથે જીવવું હોય તો શું કરવું જોઈએ?’ બોધિસત્વ બોલ્યા, ‘જીવનમાં જયાં છો ત્યાં જીવવું જોઈએ.’ શિષ્યને બોધિસત્વના આ વાક્યમાં કઈ સમજાયું નહિ.તેને લાગ્યું ગુરુજી સમજ્યા નથી લગતા મેં શું પૂછ્યું એટલે શિષ્યે ફરીથી પૂછ્યું, ‘ગુરુજી,એ વાત બરાબર કે જીવન જીવવું જોઈએ પણ એ જીવન સારી રીતે જીવવા માટે જ મારો પ્રશ્ન છે કે પ્રેમથી, શાંતિથી અને આનંદ સાથે જીવવું હોય તો શું કરવું જોઈએ?’ જાણે શિષ્યના મનની વાત જાણી ગયા હોય તેમ ગુરુજી બોલ્યા, ‘વત્સ, પ્રશ્ન ફરીથી ન પૂછ ? હું બરાબર સમજ્યો છું ?મારો જવાબ છે જીવનમાં જયાં છો ત્યાં જ જીવવું જોઈએ.’ શિષ્ય ફરી મૂંઝાયો તેણે મનની મૂંઝવણ જણાવતાં કહ્યું,‘ગુરુજી, કઈ સમજાતું નથી તમે શું સમજાવવા માંગો છો??’
બોધિસત્વ બોલ્યા, ‘વત્સ, મેં કહ્યું જીવનમાં જ્યાં છો ત્યાં જ જીવો…એટલે અત્યારે તું મારી પાસે પ્રશ્ન લઈને આવ્યો છે કે જીવન આનંદ, પ્રેમ અને શાંતિથી જીવવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન દેખાડે છે કે તને ભવિષ્યની ચિંતા છે અત્યારે આ ક્ષણે શું તારા જીવનમાં આનંદ ,પ્રેમ,શાંતિ નથી ??? તું અત્યારે મારી પાસે છે તો ગુરૂ સાથે રહેવા મળશે ,કૈંક નવું શીખવા મળશે તેમ તું વિચારતો નથી અને મારી સાથે વિતાવવાની આ ક્ષણ, જીવન આખું સારી રીતે કઈ રીતે જીવવું ??ના પ્રશ્નમાં તું ગુમાવી રહ્યો છે.જીવન સારી રીતે જીવવા માટે સૌથી પહેલા જીવનની એક એક ક્ષણ એટલે કે જે ક્ષણમાં તમે શ્વાસ લઇ રહ્યા છો તેમાં જ જીવવું જોઈએ…બીજી બધી વીટી ગયેલી અને આવનારી ક્ષણોની ચિંતા કાર્ય વિના….જીવનમાં જયારે જ્યાં છો ,જેની સાથે છો ,જે કરી રહ્યા છો તે જ વાતો પર ધ્યાન આપીને જીવવું જોઈએ.અને જીવનમાં જે ક્ષણે ,જયારે જે મળે તેનો સ્વીકાર કરીને તેમાં જ પોતાનો આનંદ ખોજ્વો જોઈએ.’
બોધિસત્વની ઊંડી અને લાંબી સમજાવટ બાદ પણ શિષ્યને સંતોષ નહોતો થયો એટલે તેને ફરીથી પૂછ્યું, ‘એટલે ગુરુજી જો આ રીતે તમે સમજાવ્યું તેમ જીવીએ તો જીવનમાં ચોક્કસ શાંતિ , આનંદ, પ્રેમ મળે?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ મારી વાત બરાબર તે સાંભળી નથી લાગતી મેં કહ્યું જીવન જયાં છો ત્યાં ,જેની સાથે છો તેની સાથે ,જે મળે તે સ્વીકારી જીવતા રહેવું.તું જયાં છે ત્યાં જ રહીને જીવન જીવીશ તો જ સારું છે નહિ તો બીજા વિચારોમાં અને બધું મેળવી લેવાની પાછળ તું જીવન જીવવાનું જ ગુમાવી દઈશ સમજ્યો.અહીં છે તો બધું ભૂલીને અત્યારની ક્ષણમાં જીવ.’ બોધિસત્વએ ઊંડી સમજણ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.