SURAT

ગંભીર દર્દીઓ વધી જવાને કારણે રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઈન્જેકશનો ઘટી પડ્યાં

SURAT : કોરોનાના ( CORONA) વધતા કેસો વચ્ચે રેમડેસિવિર ( REMDESIVIR) અને ટોસિલિઝુમેબ ( TOCILIZUMAB) ઇન્જેકશનની ( INJECTION ) અછત વર્તાવા લાગી છે. હાલમાં સિવિલ ( CIVIL) અને સ્મીમેર હોસ્પિટલમાં ( SMMIMER HOSPITAL) જે સ્ટોક છે તે પણ ખૂટી પડે તેવી સ્થિતિ થઇ છે. તેવામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઇન્જેકશન આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવી રહી હોવાનું કહેવાઇ રહ્યું છે. કોરોના સામે લડવા માટે રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેકશન સંજીવની સમાન સાબિત થયા છે.

ફેંફસાને ધબકતા રાખવા માટે ટોસિલિઝુમેબ ઇન્જેકશન ખુબ જ કારગત હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. હાલમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વકરતી પરિસ્થિતિ વચ્ચે આ બંને મહત્ત્વના ઇનેજકશનનો સ્ટોક ઓછો થતો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં અતિ ગંભીર દર્દીઓની સંખ્યા નોંધપાત્ર વધી છે. શહેરની પ્રાઇવેટ હોસ્પિટલો પણ મોટાભાગે ફુલ થઇ ગઇ છે. ગંભીર દર્દીઓને ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેકશન આપીને સાજા કરવા મથામણ થઇ રહી છે. પરંતુ દર્દીઓને આ બંને ઇન્જેકશન મળી રહ્યાં નથી. નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેર હોસ્પિટલ પાસે જે સ્ટોક છે તે સ્ટોક બંને સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અપૂરતા પ્રમાણમાં છે. એક-બે દિવસમાં આ સ્ટોક પુરો થઇ જાય તો પણ નવાઇ નહીં. તેવામાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વહેલી તકે બંને ઇન્જેકશનનો સ્ટોક આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સુરતમાં કોરોનાએ ફરી માઝા મુકવા માંડી છે. ગત વર્ષે જેમ કોરોનાને કારણે ખાનગી હોસ્પિટલો ફુલ થઈ જવાની સાથે સરકારી હોસ્પિટલો પણ ઉભરાવા માંડી છે. કોરોનામાં જ્યાં સુરતમાં 45 દિવસ સુધી એકપણ દર્દીનું મોત થયું નહોતું. ત્યાં હવે મોતનો આંક પણ વધવા માંડ્યો છે. સુરતમાં રોજના 600 કેસ આવી રહ્યાં છે. આ વખતે કોરોનાની સારવાર મોટાભાગે ઘરે કરાઈ રહી હોવાથી એટલી ભયાનકતા જાહેરમાં દેખાતી નથી પરંતુ જે સ્થિતિ ગત વર્ષે જુન-જુલાઈમાં હતી તેના કરતાં પણ ખરાબ સ્થિતિ આ વખતે થઈ જવા પામી છે. કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. કોરોનાના દર્દીઓ એટલા બધા વધી ગયા છે કે હવે સુરત શહેરમાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઈન્જેકશનોની ખોટ પડી જવા પામી છે. શહેરમાં આ ઈન્જેકશનો હવે મળતાં નથી.

કોરોનાના કેસ વધી જવા છતાં પણ લોકો ગાઈડલાઈનનું પાલન કરતાં નથી. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ વધી જવાને કારણે વ્યવસ્થામાં પણ સમસ્યા ઉભી થઈ ગઈ છે. માત્ર નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર મળીને જ કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા 285ની આસપાસ પહોંચી જવા પામી છે. સ્થિતિ એવી છે કે સરકારી હોસ્પિટલોમાં આગામી દિવસોમાં માત્ર ઓક્સિજનની જરૂરીયાત હોય તેવા જ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. ગત વર્ષે જે દર્દીઓ આવતાં હતાં તેઓ ગંભીર નહોતાં પરંતુ આ વખતે દાખલ થવા માટે આવતા દર્દીઓ ગંભીર હાલતમાં હોય છે, જે બતાવે છે કે સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે.

હાલમાં કોરોનાની ગાઈડલાઈન ( CORONA GUIDELINE) નું પાલન કરવાની સાથે બને તેટલી ઝડપથી વેક્સિન લઈ લેવામાં આવે તો જ કોરોનાના ખતરાથી બચી શકાય તેમ છે. વેક્સિન લીધા પછી પણ કોરોના થઈ શકે છે પરંતુ તે જીવલેણ સાબિત થતો નથી. તંત્ર દ્વારા પણ વધુને વધુ ટેસ્ટ કરવાની સાથે વધુને વધુ પ્રમાણમાં વેક્સિનેશન કરવામાં આવે તે જરૂરી છે. કોરોનાના કહેરને જોતાં બિન્ધાસ્ત બનવાને બદલે સાવચેતી ખૂબ જ જરૂરી છે. નહીં તો સુરતને વુહાન ( WUHAN) બની જતાં વાર નહીં લાગે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top