SURAT

લાજપોર જેલના કેદીનું મોત, પરિવારજનોએ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

સુરતઃ સુરત શહેર અને નવસારી વચ્ચે આવેલી લાજપોર જેલમાં કાચા કામના એક કેદીનું મોત નિપજયું છે. ઘટનાના પગલે સનસનાટી મચી ગઈ છે. મૃત કેદીના પરિવારજનોએ લાજપોર જેલમાં ફરજ બજાવતા પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે.

સુરતની લાજપોર જેલમાં કેદીનું મોત થયું છે. મૃત યુવાન કેદીના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે. આ સાથે જ પરિવારજનો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કરીને સિવિલ હોસ્પિટલમાં ભેગા થયા છે.

આ કેસની વધુ જાણવા મળતી વિગત અનુસાર કાચા કામના કેદી મહેશ વાળાનું ગઈ તા. 7 ઓગસ્ટ, 2024ના રોજ શંકાસ્પદ મોત નિપજ્યું હતું. લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મહેશ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો.

પરિવારજનોએ કહ્યુ કે, તેને એવી કોઈ તકલીફ નહોતી. તેની હત્યા કરવામાં આવી છે. જેથી જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશુ. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે.

Most Popular

To Top