ભરૂચ: કેવડિયા કોલોની (Kevdiya Colony) ખાતે કથિતપણે પ્રેમિકાને મળવા માટે આવેલા મુસ્લિમ યુવાનનું રહસ્યમય મોત થતાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. જો કે, મૃતકના પરિજનોએ પુત્રની હત્યા (Murder) કરાઈ હોવાનો આક્ષેપ લગાવી શંકા વ્યક્ત કરી છે. આ મુદ્દે ફોરેન્સિક રિપોર્ટ (forensic report) બાદ તલસ્પર્શી તપાસ થાય એમ લાગે છે.
- છોટા ઉદેપુરના તણકલાનો યુવાન પરિણીત પ્રેમિકાને મળવા તો આવ્યો, પણ પતિ આવતાં જ બારીમાંથી કૂદ્યો હોવાનું પોલીસનું અનુમાન
- પરિવારજનોને શંકા છે કે યુવક કૂદ્યો હોય તો હાથ પગ ભાંગે, જ્યારે અહીં તો તેના મોઢા પર ગંભીર ઈજા છે
પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મળ્યું છે કે, છોટા ઉદેપુરના તણખલામાં રહેતો 30 વર્ષીય યુવાન મિનહાજ ઉર્ફે અક્કો ઇબ્રાહીમભાઇ દીવાન બુધવારે સવારે કેવડિયા કોલોની ખાતે પરિણીત પ્રેમિકાને મળવા તેના ઘરે આવ્યો હતો. એ વેળા પ્રેમિકાનો પતિ અચાનક ઘરે આવી જતાં એ યુવાન બારીમાંથી કૂદતાં તેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ગરૂડેશ્વર સરકારી દવાખાને દાખલ કરાયો હતો. તેની સ્થિતિ નાજૂક હોવાથી રાજપીપળા દવાખાને દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પ્રકરણમાં પરિવારજનોએ પુત્રને બારીમાંથી પડવાથી નહીં પણ માર મારી હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી હતી. આ મામલે કેવડિયા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી PI એમ.કે.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે. યુવાનને નાકમાંથી લોહી નીકળ્યું હતું. આંખ ઉપર પણ ઈજા છે તેમજ કૂદ્યો હોય તો હાથ-પગ ભાંગ્યા ન હોવાથી પરિજનોને ભારે શંકા વ્યક્ત કરી હતી. જેથી હત્યાની શંકા સેવાઈ રહી છે.
સુરતમાં થોડા સમય પહેલા જ પ્રેમસંબંધના વહેમમાં યુવકની હત્યા કરાઈ હતી
થોડા દિવસો અગાઉ જ સુરતના નાનપુરા ખાતે બર્થડે પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. ઉમરા વિસ્તારમાં રહેતો યુવક નાનપુરાના પટેલ ચેમ્બર પાસે મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો ત્યાં જે યુવતીને પસંદ કરતો તેને પ્રેમી સાથે વાત કરતી જોઈ હતી. અને યુવતીના પ્રેમીએ તેની પ્રેમિકાનો યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને તેને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરાગામમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા 57 વર્ષીય રમેશભાઈ બાબુરાવ આહીરકર પાન-ગુટખાનો ધંધો કરતા તેમના નાના પુત્ર પાર્થ (ઉ.વ.25) ની કોસાડ આવાસ ખાતે રહેતા અઝહરે હત્યા કરી હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ પ્રકરણમાં પોલીસ કાર્યવાહી શરૂ છે.