Charchapatra

વાહન અકસ્માતોમાં મોત

ગુજરાત રાજ્ય માર્ગ સલામતી સત્તા મંડળે ૨૦૨૨ ના અક્સ્માતોના કરેલા એનાલિસિસમાં જે વિગતો બહાર પાડી છે એના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે.  ૨૦૨૨માં રોજ સરેરાશ ૪૩ અકસ્માતમાં ૨૧ લોકોનાં મોત થયાં છે એટલે કે દર બીજા અકસ્માતે એક વ્યક્તિનું મોત થયું છે. બીજું, ખાસ એ છે કે રાજ્યમાં રાત કરતાં દિવસના વધુ અકસ્માત થાય છે. વધુ નવાઈ પમાડે એવી વાત એ છે કે ૬૦ ટકા અકસ્માત ગ્રામીણ વિસ્તારમાં અને ૪૦ ટકા શહેરી વિસ્તારમાં નોંધાયા છે.શહેરોમાં ટ્રાફિક વધારે હોય છે. ગામડામાં પ્રમાણમાં ઓછો ટ્રાફિક હોય છે છતાં ગામડામાં વધુ અકસ્માત થાય છે. રાતે અંધારામાં વધુ અકસ્માત થવા જોઈએ એને બદલે દિવસમાં વધુ અકસ્માત થયા છે. રાજ્યમાં રાત્રીના સમયમાં ૬૫૨૧ અને દિવસ દરમિયાન ૯૧૪૮ અકસ્માત થયા છે. આમાંથી ઘણા અકસ્માત એટલા ગંભીર હતા કે ૮૭૮૨ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

અકસ્માતોમાં ૯૫ ટકા અકસ્માતોમાં મોત ઓવર સ્પીડિંગના કારણે થયા છે. એમાં ૫૮ ટકા ડ્રાઈવર યુવાનો હતા. ૧૦૦૦ થી વધુ યુવાનનાં મૃત્યુ થયાં છે. ૧૮ વરસથી નીચેના ડ્રાઈવર ૧૦૮ નોંધાઈ છે. ઓવર સ્પીડ ૧૪૭૦૧ અકસ્માતોમાં ૭૨૩૬ મોત થયાં છે. રોંગ સાઈડના ૬૧૨ અકસ્માતોમાં ૨૩૧ મોત થયાં છે. દારૂ પીને અકસ્માત કરવાના ૫૧ બનાવોમાં ૭ મોત થયાં છે. ફોન પર વાત કરનારા અકસ્માતોમાં ૨૬ અકસ્માતોમાં ૬ મોત થયાં છે. અન્ય કારણોસર થયેલા અકસ્માતોમાં ૩૬૧ બનાવોમાં ૧૩૮ મોત થયાં છે.    ટુ વહીલર પર સૌથી વધુ અકસ્માતો નોંધાયા છે. ટુ વ્હીલરના ૭૦૬૬ અકસ્માતોમાં ૩૩૮૧ મોત થયાં છે. ફોર વ્હીલર ૨૪૨૨ અકસ્માતોમાં ૧૦૪૫ મૃત્યુ થયાં છે. ટ્રકના ૧૨૮૦ અકસ્માતોમાં ૬૪૬ મૃત્યુ થયાં છે. આમાં સાયકલ પણ સામેલ છે. સાયકલના ૩૨૬ અકસ્માતોમાં ૧૬૧ મૃત્યુ થયાં છે. રીક્ષાના ૩૨૬ અકસ્માતોમાં ૧૬૧ મૃત્યુ થયાં છે.

બસના ૨૯૫ અકસ્માતોમાં ૧૦૯ મૃત્યુ થયાં છે. આમાં ૫૮ ટકા ડ્રાઈવર ૩૫ વરસથી ઓછી વયના છે. ૧૮ વરસથી નાના ૧૦૮ ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે. ૧૮ થી ૨૫ વરસના ૮૧૮ ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે. ૨૫ થી ૩૫ વરસના ૧૦૫૦ ડ્રાઈવર મૃત્યુ પામ્યા.૩૫ થી ૪૫ વરસના ૮૩૭ ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે. ૪૫ થી ૬૦ વરસના ૪૬૦ ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે. ૬૦  થી વધુ વરસના ૧૦૯ ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે. કુલ ૩૩૯૪ ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે.૫૫૪૯ ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. ૨૪૯૫ મુસાફરનાં મૃત્યુ થયાં છે. ૭૬૨૮ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહદારીઓમાં ૧૫૬૮ નાં મોત થયાં છે. ૧૭૧૭ ગંભીર રીતે ઘાયલ થયા છે. સાયકલ ચલાવનારાઓમાં ૧૬૧ જણાં મૃત્યુ પામ્યાં છે. 

૧૦૫૪ અકસ્માતોમાં ડ્રાઈવર પાસે લાઈસન્સ જ હતું નહીં, જયારે ૧૧૩૯ ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ હતું. ૨૪૭૦ લોકોનાં મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયાં હતાં, જયારે ૮૯૧ લોકોનાં મૃત્યુ સીટ બેલ્ટ ન પહેરવાને કારણે થયાં હતાં. ઓવરટેક કરવાના ૧૧૭૬ અકસ્માતોમાં ૬૪૭ લોકોનાં મોત થયાં હતાં, જયારે હિટ અને રનના બનાવોમાં ૨૨૦૯ અક્સમાતોમાં ૧૪૨૯ લોકોનાં મોત થયાં હતાં. ૪૭૦૨ અકસ્માતોમાં વાહન અથડાવાના બનાવોમાં ૧૯૭૭ મોત થયાં છે. સામસામે વાહન અથડાવાના અકસ્માતોમાં ૧૮૭૦ અકસ્માતોમાં ૯૩૨ જણાનાં મોત થયાં છે. પશુ સાથે અથડાવાના અકસ્માતોમાં ૯૩૨ લોકોનાં મૃત્યુ થયાં છે. ઓવરલોડ વાહનોથી થયેલા ૬૯૮ અકસ્માતોમાં ૩૨૪ લોકોનાં મૃત્યુ થયાં છે. ૨૬૮૭ અકસ્માતમાં ૧૪૫૧ રાહદારીઓનાં મોત થયાં હતાં. વરસાદને કારણે ૧૧૨૮૦ અકસ્માતોમાં ૫૫૬ લોકોનાં મૃત્યુ થયાં છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top