Gujarat

કોરોનાના દર્દીઓના મોતના આંકડાઓ છુપાવતી નહીં હોવાનો સરકારનો દાવો

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છેરાજય સરકાર દ્વ્રારા છેલ્લા ૨૫થી ૩૦ દિવસમાં કોરોનાથી થયેલા દર્દીઓના મોતના આંકડાઓ છુપાવવામા આવી રહયા છે, તેવા વિપક્ષ કોંગ્રેસના આક્ષેપો તથા કેટલાંક મીડિયા રિપોર્ટસ પર આજે રાજય સરકારે ખુલાસો કરતાં એવો દાવો કર્યો હતો કે સરકાર દ્વ્રારા કોરોનાથી થતાં દર્દીઓના મોતના આંકડાઓ છુપાવવામા આવતા નથી.

આજે સવારે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહયું હતું કે ”ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવાવે છે , ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં” એવા મીડિયા રિપોર્ટસ હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે. આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર-ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર અને ડેથ સર્ટીફીકેટ ઓન લાઇન આપવાની પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણપત્રની બેંક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે.

સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તે માટે પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે.

એટલું જ નહીં, પરિવારમાં થયેલ મૃત્યુથી શોકમગ્ન પરિવારો અન્ય વિધિઓ, રીત-રિવાજો વગેરેને કારણે મૃત્યુ થયાના સમયે જ મરણ નોંધણી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરાવી ન જ શકે તે સ્વાભાવિક છે.આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને આ અખબારી અહેવાલમાં જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ-તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે.

જાડેજાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯થી થતા મૃત્યુની સંખ્યા માટે જે ચોક્કસ પ્રસ્થાપિત પદ્ધતિ કોરોના ડેથ પ્રોટોકોલ અન્વયે અપનાવવામાં આવી છે તેનું રાજ્ય સરકાર યોગ્ય પાલન કરે છે અને કોવિડ-૧૯ના મૃત્યુની સંખ્યાનું પણ ચોક્કસ રીપોર્ટીંગ કરવામાં આવે છે. કેટલીક વાર પોસ્ટ કોવિડ રીકવરીના કિસ્સામાં પણ મૃત્યુ થાય છે તેને કોવિડ ડેથ તરીકે અખબારી અહેવાલમાં ગણવા તે પણ યોગ્ય નથી

Most Popular

To Top