World

દક્ષિણ કોરિયામાં પૂર અને વરસાદે તબાહી મચાવી, 40 લોકોનાં મોત, અનેક લોકો ગુમ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં (South Korea) પૂર (Flood) અને વરસાદે (Rain) તબાહી મચાવી છે. ભારે વરસાદ અને ભીષણ પૂરના કારણે હજારો લોકો બેઘર બન્યા છે. હજારો મકાનો, રસ્તાઓને નુકસાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું રેસ્કયું (Rescayu) ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાની પણ જાણ મળી છે. લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

દક્ષિણ કોરિયામાં સોમવારે નવમા દિવસે વરસાદ પડતાં બચાવકર્મીઓ ભૂસ્ખલન, ધ્વસ્ત મકાનો અને કાટમાળના ઢગલામાંથી શોધખોળ કરતાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં 9 જુલાઈથી વરસાદ પડી રહ્યો છે. વરસાદથી સર્જાયેલી ભૂસ્ખલન અને અન્ય ઘટનાઓમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે, 34 ઘાયલ થયા છે અને 10,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાની ફરજ પડી છે.

વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ કોરિયાના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં જોવા મળી
વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ કોરિયાના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં જોવા મળી છે. ડાઇવર્સ સહિત સેંકડો બચાવકર્તાઓ ચેઓંગજુ શહેરમાં કાટમાળથી ભરેલી ટનલમાં લોકોને શોધી રહ્યા છે. આ ટનલમાં શનિવારે સાંજે અચાનક પૂરના પાણી ઘૂસી જતાં બસ સહિત 15 વાહનો ફસાઈ ગયા હતા. સરકારે સુરંગમાં લગભગ 900 બચાવકર્તા તૈનાત કર્યા છે જેમણે અત્યાર સુધીમાં 13 મૃતદેહોને બહાર કાઢ્યા છે અને નવ લોકોને બચાવ્યા છે. આ લોકોની સારવાર ચાલી રહી છે. બચાવકર્મીઓ રબર બોટનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

અસરગ્રસ્ત વિસ્તારો સ્પેશિયલ ડિઝાસ્ટર ઝોન તરીકે જાહેર
ગૃહ મંત્રાલય અને સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 200 ઘરો અને લગભગ 150 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામ્યા છે. તે જ સમયે 28,607 લોકો છેલ્લા ઘણા દિવસોથી વીજળી વિના જીવી રહ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે યુરોપ અને યુક્રેનના પ્રવાસેથી પરત ફર્યા બાદ કટોકટી બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને સ્પેશિયલ ડિઝાસ્ટર ઝોન તરીકે જાહેર કરવા કહ્યું જેથી કરીને રાહત પ્રયાસોમાં નાણાકીય અને અન્ય સહાય ઉમેરી શકાય.

Most Popular

To Top