કેનેડાના (Canada) બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં સોમવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં (Firing) અનેક લોકો માર્યા ગયા (Death) હોવાની માહિતી મળી આવી છે. આ ફાયરિંગની ઘટના લેંગલી શહેરમાં બની હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના (Police) પ્રવક્તાએ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પને જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે પરંતુ તેનો ચોકકસ આંકડો જણાવવામાં આવ્યો નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટનામાં બે ભારતીય મૂળના લોકોના પણ મોત નિપજ્યા છે. શહેરમાં થયેલ ફાયરિંગની આ ઘટના પછી પોલીસે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે અહીંના લોકોને પણ સતર્ક રહેવા અને ઘટના વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં હુમલાખોરેએ બેઘર લોકો પર ગોળીબાર કર્યો હતો. સાથે જ પોલીસનું માનવું છે કે આ ટાર્ગેટેડ હુમલો છે. તે જ સમયે, પોલીસે પાછળથી બીજી ચેતવણી જારી કરીને કહ્યું કે એક શંકાસ્પદ કસ્ટડીમાં છે. અમેરિકાની જેમ કેનેડામાં પણ સતત ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. જણાવી દઈએ કે અમેરિકાની જેમ કેનેડામાં પણ આ દિવસોમાં સતત ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ કેનેડાના ટોરોન્ટોમાં એક નાઈટ ક્લબમાં ગોળીબારની ઘટનામાં બિનનિવાસી ભારતીય પ્રદીપ બ્રારનું મોત થયું હતું. ગયા મહિને કેનેડાની એક બેંકમાં ગોળીબારનો મામલો સામે આવ્યો હતો. આ ફાયરિંગમાં 6 પોલીસકર્મી ઘાયલ થયા છે. જોકે, ફાયરિંગની ઘટનામાં પોલીસે બે બંદૂકધારીઓને ઠાર કર્યા હતા. આ ઉપરાંત 10 દિવસ પહેલાં જ કેનેડામાં રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
અમેરિકાના લોસ એન્જેલસના એક પાર્કમાં ગોળીબાર થતાં બેનાં મોત, પાંચને ઇજા
લોસ એન્જેલસ: અમેરિકાના લોસ એન્જેલસ શહેરના એક પાર્કમાં એક કાર શો યોજાઇ રહ્યો હતો તે સમયે ગોળીબાર કરવામાં આવતા બે જણાના મોત થયા હતા તથા અન્ય પાંચને ઇજા થઇ હતી. લોસ એન્જેલસ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે શહેરના સાન પેડ્રો વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે રવિવારે બપોરે ૩.પ૦ કલાકે આ ઘટના બની હતી. પોલીસ કેપ્ટન કેલી મુનિઝે જણાવ્યું હતું કે બેઝબેોલ ડાયમન્ડ પાર્ક ખાતે બનેલા આ બનાવમાં જાનહાનિઓ નોંધાઇ હતી. પોલીસે ભોગ બનેલાઓની ઓળખ જાહેર કરી ન હતી. પોલીસને કરવામાં આવેલા મૂળ કોલમાં જણાવવામાં આવ્યું હતું કે એકથી વધુ લોકો ભોગ બન્યા છે.
પોલીસે સ્થળ પર પહોંચીને પાર્ક ખાલી કરાવવા માંડ્યા હતા અને પુરાવાની તથા વધારાના કોઇ ભોગ બનનારા હોય તો તેમની શોધખોળ શરૂ કરી હતી. આ તબક્કે અમે જાણતા નથી કે ગોળીબાર કરનારા કેટલા હતા એમ અધિકારીએ જણાવ્યું હતું. ફાયર વિભાગે જણાવ્યું હતું કે કાર શો ચાલી રહ્યો હતો તે સ્થળ નજીક આ બનાવ બન્યો હતો. ત્રણ લોકોને ગોળીથી ઇજા થઇ છે અને તેમાંથી બેની હાલત ગંભીર છે એમ જણાવાયું હતું. કુલ મળીને સાત જણાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે આ ગોળીબારના હેતુ અંગે કોઇ માહિતી આપી ન હતી. હજી સુધી કોઇ ધરપકડ થઇ નથી.