સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવાની ગૌરાંગ હોસ્પિટલનાં (Hospital) ડૉ. અમૃતલાલ પટેલ અને તેની પત્ની જ્યોત્સનાબેન પટેલ બુધવારે રાત્રે હોન્ડા સીટી કાર (Car) નં. જી.જે.30.એ. 0525 લઈને આહવા જઈ રહ્યા હતા તે દરમ્યાન આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં પીંપરી ગામ નજીકનાં દાવદહાડ પાસેનાં વળાંકમાં આગળ જતી મોટરસાયકલ નં. જી.જે.15. એલ.એલ. 1840ને ટક્કર માર્યા બાદ કાર માર્ગની સાઈડમાં આવેલા વૃક્ષ સાથે ભટકાઈ હતી.
આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ સવારોમાં મધુકરભાઈ ગંગારામ ભિવસન, હારૂનભાઈ અખાતભાઈ ઘૂલૂમ તેમજ જીગ્નેશભાઈ મહેશભાઈ રાઉત (તમામ રહે. નડગખાદી તા.આહવા)ને ઈજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હોન્ડા સીટી કારમાં સવાર આહવાનાં ડૉ. અમૃતલાલ પટેલ અને તેની પત્ની જ્યોત્સનાબેનને ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ચીખલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જ્યોત્સનાબેન પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત, મહિલા સહિત ચારને ઇજા
અંકલેશ્વર: અંકલેશ્વર-ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપર ગડખોલ ઓવરબ્રિજ ઉપર મહાવીર ટર્નિંગ જવા માર્ગ ઉપર રોડ સાઈડે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના નવી દીવી ગામના નવા દીવા કૈલાસ ટેકરી ખાતે રહેતા ૨૭ વર્ષીય કમલેશ રાજુ રાઠોડ તેઓના મિત્ર ઉમેશ વસાવા અને વિષ્ણુ વસાવા સાથે બાઈક નં.(જી.જે.૧૬.ડી.એફ.૫૦૭૦) લઇ ઓ.એન.જી.સી. ખાતે આનંદ મેળામાં જવા નીકળ્યા હતા.
દરમિયાન અંકલેશ્વર-ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપર ગડખોલ ઓવરબ્રિજ ઉપર મહાવીર ટર્નિંગ જવા માર્ગ ઉપર રોડ સાઈડે પૂરપાટ ઝડપે ધસી આવેલી બાઈક નં.(જી.જે.૧૬.એ.ક્યુ.૯૩૮૧) ચાલકે કમલેશ રાજુ રાઠોડની બાઈક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમેશ વસાવા અને કમલેશ સહિત સામેવાળી બાઈક પર સવાર મહિલા અને બાઈકચાલકને પણ ઈજા પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.