ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોરોના વાયરસની રસી કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેનાર 42 વર્ષીય વ્યક્તિનું નવ દિવસ પછી ભોપાલમાં અવસાન થયું હતું. આ વિશે ડોકટરોને શંકા છે કે, ઝેરનું કારણ હોઈ શકે છે. ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક સમીક્ષાઓ સૂચવે છે કે મૃત્યુનું રસીના ટ્રાયલ સાથે કોઈ સંબંધ નથી. પીપલ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રાયલ થયું હતું. મૃતક દીપક મરાવીએ 12 ડિસેમ્બરે કોવાક્સિન ટ્રાયલમાં ભાગ લીધો હતો. ત્યારબાદ, નવ દિવસ બાદ તેમનું અવસાન થયું હતું.
ભારત બાયોટેકે એક નિવેદનમાં કહ્યું છે કે, મરાવીએ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં સહભાગી થવાના તમામ માપદંડો પૂર્ણ કર્યા હતા. તેમણે ડોઝ લીધાના સાત દિવસ પછી ફોલો-અપ કોલમાં તેઓ સ્વસ્થ અને કોઈ આડઅસર થઈ હોવાનું જાણવા મળ્યું નહોતું.
મધ્યપ્રદેશ મેડીકો કાનૂની સંસ્થાના ડિરેક્ટર ડો.અશોક શર્માએ જણાવ્યું હતું કે, ડોકટર જેણે ઓટોપ્સી કરી હતી તેને શંકા હતી કે તેનું મોત ઝેરના કારણે થયું છે. પરંતુ, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તેનો વિસેરા ટેસ્ટ કરવામાં આવ્યો છે.
દિપક મરાવી એક આદિજાતિ મજૂર છે. તેને પોતાની સ્વઈચ્છાથી આ ટ્રાયલમાં જોડાયા હતા. તેમણે રસી આપ્યા પહેલા તેની સંમતિ અને તપાસ પણ કરવામાં આવી હતી. મરાવીને રસી આપ્યા બાદ 30 મિનિટ નિરીક્ષણમાં રાખવામા આવ્યો હતો. તેમજ 7 થી 8 દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામા આવી હતી.
મરાવીના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે, જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવી હતી. તેણે ડિસેમ્બર 17 ના રોજ ખભાના દુખાવાની અને અન્ય સમસ્યાની ફરિયાદ કરી હતી. ડોક્ટરે એક બે દિવસમાં સારું થઈ જશે એમ કહી જોવાની ના પાડી હતી. તેની તબિયત વધારે ખરાબ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ, તે 21 ડિસેમ્બરે મૃત્યુ પામ્યો હતો.