Gujarat

ગુજરાતના સરકારી કર્મચારી-પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું, આ રીતે ચૂકવાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના કર્મચારી અને પેન્શનરોના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ સાતમા પગાર પંચનો લાભ લેતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના સ્ટાન્ડર્ડ અનુસાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાનો લાભ આપવાનું નક્કી કર્યું છે.

તા. 1 જાન્યુઆરી 2024થી આ લાભ કર્મચારીઓને આપવાની જાહેરાત કરાઈ છે. મોંઘવારી ભથ્થાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાછલા 6 મહિનાની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024ની વધારેલા મોંઘવારી ભથ્થા પેટેની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તે ઉપરાંત જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવત રકમ જુલાઈ 2024ના પગારમાં, માર્ચ-એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ-2024ના પગારમાં તેમજ મે-જૂન 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર 2024ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પેટે સરકાર 1129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં નાણા વિભાગને જરૂરી આદેશો કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top