SURAT

ઉત્તરાયણ પહેલાં અમરોલી-સાયણ રોડ પર ઘાતક ચાઈનીઝ દોરાએ બાઈક ચાલકનું ગળું કાપ્યું

સુરતઃ ઉત્તરાયણ હજુ દૂર છે. તેમ છતાં શહેરમાં પતંગ ચગવા લાગ્યા છે, ત્યારે આજે પતંગના દોરાના લીધે એક યુવકનું ગળું કપાઈ ગયું હોવાની ઘટના બની છે.

શહેરમાં ઉત્તરાયણ અગાઉ જ પતંગો ઉડવાનું શરૂ થઈ ગયું છે. જો કે, પતંગના ઘાતક દોરા કોઈના જીવન કાપવા આકાશમાં થનગનતા હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે અમરોલી-સાયણ રોડ પરના ઓવર બ્રિજ ઉપરથી બાઈક લઈને પસાર થતા યુવકના ગળે ચાઈનીઝ દોરો આવી ગયો હતો. જેથી યુવકની હાલ ગંભીર થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે.

ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટ કામ કરતાં સમર્થ અરવિંદ નાવડીયા ગઈ તા. 18 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમરોલી-સાયણ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

ડોકટર દ્વારા ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસને જોઇન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે જ સમયસર સારવાર નહીં મળતે તો સમર્થને બચાવવું અશક્ય હતું. મહત્વપૂર્ણ છે કે, ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top