Gujarat

ગુજકેટ-2026ના આવેદનપત્રો ભરવાની મુદત લંબાવાઈ

લેઈટ ફી સાથે 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

ગાંધીનગર: ગુજરાત કોમન એન્ટ્રેન્ટ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા માટેના આવેદનપત્રો હવે લેઈટ ફી સાથે 16 જાન્યુઆરી 2026 સુધી ભરી શકાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઇજનેરી, ડિગ્રી- ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી, અને એબી ગ્રુપના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2026ની પરીક્ષા 29 માર્ચના રોજ યોજાનાર છે. આ ગુજકેટ 2026ની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 6 જાન્યુઆરી 2026 હતી, હવે પછી રૂપિયા 1000 લેઈટ ફી સાથે 16 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરી શકાશે.

Most Popular

To Top