National

લાલ કિલ્લા પર હિંસા મામલે ચર્ચામાં આવેલા પંજાબી અભિનેતા દીપ સિઘ્ઘુનું માર્ગ અકસ્માતમાં મોત

સોનીપત: પંજાબી (Punjabi) ફિલ્મ અભિનેતા (Film Actor) તેમજ 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર થયેલ હિંસાની બાબતમાં જામીન પર છૂટેલા દીપ સિધ્ધુનું (Deep Siddhu) રોડ અકસ્માતમાં (Road Accident) મૃત્યુ (Dead) થયું છે. તેઓનુ મંગળવારનાં રોજ રાત્રિનાં 9.30 વાગ્યે કુંડલી માનસરોવર એકસપ્રેસ (Express) ઉપર પીપલી ટોલ પાસે અકસ્માત થતાં ધટના સ્થળે જ મોત થઈ ગયું છે. સફર દરમ્યાન તેઓની એક મહિલા મિત્ર પણ હતી પરંતુ તેઓ સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ તેઓની સ્કોર્પિયો ગાડી આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જાણકારી મુજબ તેઓ દિલ્હીથી ભટિંડા જઈ રહ્યાં હતાં.

આ ઘટનાની જાણકારી મળતાં જ સોનીપત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તેઓના મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો છે તેમજ પોસ્ટમોર્ટમ માટે સોનીપતની સિવીલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘટના ધટયા પછી ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના અંગે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિધ્ધુએ શોક વ્યકત કર્યો હતો. જણાવી દઈએ કે મોડેલિંગથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર દીપે મિસ્ટર ઈન્ડિયા કોન્ટેસ્ટમાં મિસ્ટર પર્સનાલિટીનો એવોર્ડ જીત્યો હતો. વર્ષ 2015માં તેમની પંજાબી ફિલ્મ ‘રમતા જોગી’ રિલિઝ થઈ હતી. દીપ 2018માં આવેલી ફિલ્મ જોર દાસ નંબરિયાથી જાણીતા થયા હતા.

શું હતી લાલ કિલ્લાની ઘટના ?
ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર આંદોલન અને એ પછી લાલ કિલ્લા પર થયેલી હિંસાના મામલામાં દીપ સિદ્ધુનું નામ ચર્ચામાં આવ્યું હતું. લાલ કિલ્લા પાસે ભીડ કરી તેમજ લોકોને ઉશ્કેરી અને લાલ કિલ્લા ઉપરથી ભારતનો ઘ્વજ હટાવી નિશાન સાહિબ ફરકાવવાનો સિદ્ધુ પર આરોપ હતો. આ મામલામાં તે મુખ્ય આરોપી હતા તેમજ પોલીસની ઘરપકડ બાદ તેમને જમાનત પર છોડવામાં આવ્યા હતા. લાલ કિલ્લા હિંસા મામલે પોલીસે કુલ 17 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં દીપ સિધ્ધુ મુખ્ય આરોપી હતાં. તેઓ સામે 26 જાન્યુઆરી 2021નાં રોજ કોતવાલ પોલીસ સ્ટેશનમાં યુએપીએ તેમજ બીજી અનેક ઘારાઓ સાથે કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે સિઘ્ઘુને પકડાવવા વાળા માટે દિલ્હી પોલીસે એક લાખનું ઈનામ રાખ્યુ હતું. ફેબ્રુઆરી 2021માં દીપની દિલ્હી પોલીસે ઘરપકડ કરી તેમજ એપ્રિલ 2021માં તેઓને કોર્ટે જમીન આપ્યા હતા.

Most Popular

To Top