દાહોદ: દે.બારીઆ નગર પાલિકા જે જમીનમાં ટ્રસ્ટી છે આ બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની આ જગ્યામાં નગરના વિકાસના કામો માટે આવેલ સરકતી ગ્રાન્ટના નાણાં માંથી ૧૭ દુકાનો બાંધવાના દે.બારીઆ પાલિકા સદસ્યોના સામાન્ય સભાના ઠરાવના આ નિર્ણય વચ્ચે ૧૭ દુકાનો દે.બારીઆ ન.પાલિકાએ તૈયાર તો કરી દીધી છે પઆ સંદર્ભમાં આર.ટી.આઈ.ના આધારે બહાર આવેલ માહિતીઓના આધારે અરજદાર રાજેશ રાવળ દ્વારા વડોદરા સ્થિત નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર સમક્ષ હેતુફેર સિવાય સરકારી ગ્રાન્ટના નાણાં માંથી શોપિંગ સેન્ટર બનાવવાના આ ખોટના વ્યાપાર સામે કાયદેસર તપાસ હાથ ધરવાનો અનુરોધ કર્યો છે.
દે.બારીઆ ખાતે સીટી સર્વે નંબર ૬૬૨ વાળી જમીનમાં ન.પાલિકા ટ્રસ્ટી છે આ જમીન બાલ મંદિરના માસૂમ ભૂલકાઓ માટે રમત-ગમત માટેના આ પ્લે ગ્રાઉન્ડની જમીનમાં દે.બારીઆ ન.પાલિકામાં તત્કાલીન સમયે ચૂંટાયેલા સદસ્યો એટલે કે ૨૦૧૪માં નગરના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ યુ.ડી.પી. ગ્રાન્ટ,૧૪માં નાણાંપંચની ગ્રાન્ટ અને સ્વ-ભંડોળની રકમ એમ ૪૫.૯૧ લાખ રૂ.ના ખર્ચાઓ સાથે કુલ ૧૭ દુકાનો પાલિકા શોપિંગ સેન્ટર તરીકે બાંધવામાં આવી હતી. આ પાલિકા શોપિંગ સેન્ટરની ૧૭ દુકાનો છેલ્લા પ વર્ષથી આવક વગર બંધ હોવાના ખોટના વ્યાપાર સામે દે.બારીઆના જાગૃત અરજદાર રાજેશ રાવળ દ્વારા માહિતી અધિકાર હેઠળ વિગતો એકત્ર કર્યા બાદ પ્રાદેશિક કમિશનર સમક્ષ કાયદેસર તપાસની માંગ કરતા દે.બારીઆ રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.
ગાંધીનગર કમિશનર કચેરી દ્વારા ટાઉન પ્લાનર ભરતીના વિવાદ સામે તપાસ કરવાના આદેશ
દે.બારીઆ ન.પાલિકામાં ટાઉન પ્લાનર કર્મચારીની ભરતી કર્યા બાદ તમામ સરકારી રેકર્ડ ગુમ કરી દેવાના પ્રકરણ સામે અરજદાર સંજય પરમાર દ્વારા કરવામાં આવેલ રજુઆત સંદર્ભમાં ગાંધીનગર સ્થિત કમિશનર કચેરી દ્વારા વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનર ને દિન-૧૫ માં કાયદેસર તપાસની કાર્યવાહી હાથ ધરીને કમિશનર કચેરીને જાણ કરવાનો આદેશ કરતા ફાઈલો ગુમ કરનારા કૌભાંડકારી ચહેરાઓનો આનંદ હવે પરસેવે રેબઝેબ બની ગયો છે. ગાંધીનગર કમિશનર કચેરી દ્વારા ટાઉન પ્લાનરની ભરતી બાદ ફાઈલો ગુમ કરીને આચરવામાં આવેલા નાણાંકીય ભ્રષ્ટાચાર સામે ન.પાલિકાના ચીફ ઓફિસર અને સંલગ્ન કર્મચારીઓ સામે પણ કાયદેસર તપાસ કરવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે.!!