સુરતઃ શહેર-જિલ્લાની શાળાઓમાં શિક્ષણકાર્ય તથા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના રહેવા-જમવાની સુવિધાઓ કેવી છે તે ચેક કરવા આજે સુરત જિલ્લાના ડીડીઓએ વાંકલ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલાં હોસ્ટેલની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી.
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંકલ પ્રાથમિક શાળા ખાતે ચાલતા કુમાર હોસ્ટેલમાં 50 વિદ્યાર્થી રહે છે. આ હોસ્ટેલની આજે સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલએ સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. ગોયલે શાળામાં નવી હોસ્ટેલ બનાવવા માટેની જગ્યાનું નિરિક્ષણ કર્યું હતું.
તે ઉપરાંત અહીં રમત ગમતના મેદાન માટેના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. ડીડીઓ સાથે માંગરોળના ટીડીઓ હરદીપસિંહ ધરિયા, ટીપીઈઓ વિરલ ચૌધરી, બીઆરસી હીરાભાઈ ભરવાડ, હિતેન્દ્રભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી હાજર રહ્યાં હતાં.