સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આર્સેલર મિત્તલ કંપનીની જૂની હોસ્ટેલ તરફ લટાર મારતા દિપડાને પકડવા માટે આજે વધુ એક વધારાનું પાંજરુ ગોઠવી દીપડાને પકડવા અભિયાન આક્રમક બનાવાયું છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ફરતો ફરતો આવી ચડેલો દીપડો છેલ્લા એક માસથી હજીરા પંથકમાં ફરી રહ્યો છે. વનવિભાગની ટીમે સતત દીપડાની મૂવમેન્ટ ઉપર વોચ ગોઠવી છે. પરંતુ દીપડો સતત થાપ આપી નીકળી રહ્યો છે.
હજીરાની આર્સેલર મિત્તલ ટાઉનશીપ જૂની હોસ્ટેલની અવાવરું બિલ્ડિંગની આસપાસ દેખાતો દીપડો જૂનાગામ ફરી વાછરડાનું મારણ કરી ફરતો ફરતો ફરી આર્સેલર મિત્તલ કેમ્પસમાં પ્રવેશી ગયો છે. જેને લઇને વનવિભાગે તપાસ ચાલુ કરી છે.
આજે સવારે વધારે નવુ એક પીંજરુ ગોઠવવાની સાથે વનવિભાગે આ પ્રીમાઇસિસમાં બે પીંજરા સેટ કયા છે. તે ઉપરાંત જૂનાગામમાં પણ અલગ અલગ ઠેકાણે ચાર પીંજરા ગોઠવ્યા છે. સુરત જિલ્લાના નાયબ વન સરંક્ષક અધિકારી દિનેશ રબારીએ કહ્યું હતું કે દિપડાની મૂવમેન્ટ સતત વોચ કરવામાં રહી છે. જયાં જયાં તેના પગલા દેખાય કે વનવિભાગની ટીમ તે પગલે પગલે સાવધ બની પીંજરા ગોઠવી રહી છે.