મોંઘવારી વધતી જાય છે. જરૂરિયાતો વધતી જાય છે. આજના માણસમાં પ્રામાણિકતા, સાદાઇ, નિષ્ઠા, કરકસર જેવા જીવન મૂલ્યો ઘસાતા જાય છે. તેના વિવેકની ઇમાનદારીની સરવાણી સુકાઇ ગઇ છે. તે ભ્રષ્ટાચારી બનવા લલચાયો છે. હાલની પેઢીને ઋષિમુનિઓના સાદા અને પવિત્ર જીવનની વાતોમાં એને રસ નથી. બુધ્ધ, મહાવીર, ગાંધીના ઉચ્ચ આદર્શોમાં એને હવે શ્રધ્ધા નથી. સમાજનો મહત્તમ વર્ગ મહેનત કરવામાં અને ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવે છે, એને બધુ જ શોર્ટકટ માર્ગે જોઇએ છે. ડગલેને પગલે વધી રહેલુ અધમ આચરણ વાતાવરણમાં ભળી રહયું છે. સ્વરાજ મળ્યાને સાત દસકા પછી ભૌતિક વિકાસ ચોક્કસ દેખાય છે. પરંતુ જીવન મૂલ્યોનું સ્તર નિરંતર ઘટતુ જાય છે. આટઆટલા ધર્મો, સંપ્રદાયો, મંદિરો, મસ્જિદો, ચર્ચો, કથાઓનાં વ્યાપ, ભજનો, ભાષણો પછી ય આ સ્થિતિ ચોક્કસ જ ચિંતાપ્રેરક છે!?
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login