Gujarat

1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અને દાઉદના 4 સાગરીતને ગુજરાત ATSએ અમદાવાદમાંથી ઝડપી પાડ્યા

ગાંધીનગર: ગુજરાત (Gujarat) ATS દ્વારા 1993 મુંબઈ (Mumbai) બ્લાસ્ટના (Blast) આરોપી અને દાઉદની (Dawood) ગેંગના ચાર સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા,ડી.સૈયદ કુરેશીની અમદાવાદ (Ahmadabad) શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય દાઉદની ગેંગના અને 1993 મુંબઈ બ્લાસ્ટ હુમલાના આરોપી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સુરક્ષા એજન્સી તેમજ ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાનું ઠેકાણાં બદલી નાખ્યા હતાં. આ ચારેય આરોપીની પાસપોર્ટ માહિતી પણ ફેક નીકળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે. ATSએ ચારેયને અમદાવાદમાંથી ઝડપી પાડ્યાં છે.

અમદાવાદ એરપોર્ટથી ATSએ ચારેય આરોપીને ઝડપી પાડ્યા
ATS દ્વારા આ ચારેય આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપીએ 1993 મુંબઈ બ્લાસ્ટમાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સુરક્ષા એજ્નસીઓને ગેરમાર્ગે દોરી અલગ અલગ દેશમાં નાસતા ફરતા હતાં. થોડા સમય પહેલા તેઓ દુબઈમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક ATSના હાથે ઝડપાય ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમજ લોજિસ્ટિક સપોર્ટ કરવા માટે મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ તેઓ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ગેંગની હોવાનું અને હજી પણ તેમની ગેંગમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની ધરપકડ બાદ હવે ડી કંપનીના વધુ કનેક્શનો બહાર આવી શકે છે. તેઓ અમદાવાદમાં શા માટે આવી રહ્યા હતા તેમજ તેઓનું અમદાવાદમાં કોની સાથે કનેક્શન હશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો અમદાવાદ સાથે ચારેય આરોપીનું કનેક્શન હોય તો ગુજરાત પોલીસ માટે આ ખૂબ મોટી સફળતા સાબિત થશે. જો કે આરોપીની પૂછપરછ સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે.

12 માર્ચ, 1993નાં રોજ મુંબઈમાં એક પછી એક 12 વિસ્ફોટ થયા હતા. 1993ના મુંબઈ બ્લાસ્ટમાં 257 લોકો માર્યા ગયા હતા, જ્યારે 713 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તબાહિમાં 27 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો નાશ થયો હતો. આ વિસ્ફોટો એટલો ભયંકર હતો કે તેની ચીસો આખા દેશમાં સંભળાઈ હતી. મુંબઈ બોમ્બમાં બ્લાસ્ટ પ્લાન બનાવી કરવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ઈશારો મળ્યા બાદ મુંબઈમાં થયેલા વિસ્ફોટો માટે સૌથી પહેલા લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેને દુબઈ થઈને પાકિસ્તાન મોકલીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેના દાણચોરીના નેટનો ઉપયોગ કરીને દાઉદે વિસ્ફોટકોને અરબી સમુદ્ર મારફતે મુંબઈ પહોંચાડ્યા હતા.

મુંબઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગભગ બે કલાક સુધી આ વિસ્ફોટો ચાલુ રહ્યા હતા અને સમગ્ર મુંબઈનું જનજીવન થંભી ગયું. ચારેબાજુ ભયનો માહોલ હતો. પહેલો વિસ્ફોટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ નજીક સવારે 1.30 વાગ્યે થયો હતો અને છેલ્લો બપોરે 3.40 વાગ્યે (સી રોક હોટેલ) થયો હતો. એસ હુસૈન ઝૈદીના પુસ્તક ‘બ્લેક ફ્રાઈડે’ પર આધારિત આ ફિલ્મનો શિવસેનાએ જોરદાર વિરોધ કર્યો હતો. અગાઉ, 2007 માં પૂર્ણ થયેલા ટ્રાયલના પ્રથમ તબક્કામાં, ટાડા કોર્ટે આ કેસમાં યાકુબ મેમણ સહિત 100 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા, જ્યારે 23 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

Most Popular

To Top