વદોરા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં ફરી એકવાર વતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર ઉનાળામાં માવઠાનો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ બુધવારથી જ હવામાનનો મિજાજ બદલાયો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા હતા. જેને પગલે ઉનાળાની ગરમીમાં તો આંશિક રાહત હતી પરંતુ આ વાદળો વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસી પડ્યા હતા. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદી છાંટાના પગલે ઠંડક પ્રસરી ગઇ હતી. બળબળતા તાપમાંથી મુક્તિ ચોક્કસ મળી હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય બફારા અને ઉકળાટથી શહેરીજનો હેરાન પરેશાન થઇ ગયા હતા.
માવઠાને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી ગઇ
છેલ્લા છ મહિનામાં સતત છઠ્ઠી વખત વાતાવરણમાં બદલાવ આવ્યો છે શિયાળામાં ચાર વખત માવઠાની અસરથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના જીવ પણ પડીકે બંધાઇ ગયા છે કેરી સહિત ભાયત પાક ,શાકભાજીને અસર થવાની શક્યતા લાગી રહી છે.