એક જ દિવસમાં સૂરતમાં અલગ અલગ પ્રકારની બે ઘટનાઓ નોંધાઈ જેને એક રીતે પ્રભાત અને સંધ્યા તરીકે જોઈ શકાય. માનવતા અને સમાજ સેવાના આદર્શ સાથે સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ દ્વારા પિયરિયું લગ્નોત્સવ ઉંમરલાયક કન્યાઓને સમૂહમાં પરણાવી દઈ અનાથ કે ગરીબ બાળાઓનાં જીવનમાં પ્રભાતનાં સોનેરી કિરણોથી અજવાળું પાથરવાનો પ્રસંગ પાર પડ્યો. લગ્નોત્સવમાં યુગલોએ લગ્નજીવનનો પ્રારંભ કરી લગ્ન સંસાર તરફ પ્રયાર કર્યું તો બીજી ઘટનામાં વેસુ ખાતે દીક્ષા લઈને નવમુમુક્ષોએ સંસાર છોડીને સંયમ માર્ગ અપનાવ્યો અને જીવન સંધ્યા સાત્વિક, આધ્યાત્મિક બનાવવા માટે પ્રયાણ કર્યું નવવધૂઓનાં સાસુ-સસરા દ્વારા દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માની પૂજન કરવામાં આવ્યું, તેમના જીવન પ્રભાતને સન્માનિત કરવામાં આવ્યું. સંસારમાં તો પ્રેમ, આસક્તિ અને વૈરાગ્યની પરંપરા ચાલતી રહી છે, જે રીતે જગતમાં પ્રભાત અને સંધ્યાનો ક્રમ ચાલતો રહ્યો છે, તે જ રીતે સંસારની મોહમાયા, સાંસારિક કર્તવ્યોના પાલનની કટિબધ્ધતા સાથે સંસાર માંડી પ્રભાતનો સુખદ અનુભવ કરવા લોકો કાર્યરત રહે છે, તો જીવનનું સત્ય ખોળવા સત્ય અને સાર્થકતાની નજીક જવા સંસાર છોડીને સંયમ તરફ પ્રયાણ પણ થતું રહે છે. સંસાર પ્રવેશ અને સંયમ પ્રવેશની બે ઘટનાઓ માનવજીવનના સંદર્ભમાં સૂચક અને મહત્ત્વપૂર્ણ ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રભાત અને સંધ્યા
By
Posted on