જામનગર : મંકીપોક્સનો (Monkeypox) હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુક્યો છે. તેવામાં હુ (WHO) તેને હવે વૈશ્વિક મહામારી (Global Pandemic) ઘોષિત કરી દીધી છે. મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળમાં (Kerala) દેખાયો હતો અને ત્યારબાદ ભારતના અલગ અલગ રાજ્યોમાં તે ફેલાઈ ચુક્યો છે. હાલ ગુજરાતમાં પણ શંક્સ્પદ મંકીપોક્સની એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને અગમચેતીના પગલાં ભરાવમાં વ્યસ્ત થઇ ગયું છે.
ગુજરાતમાં પહેલો શંકાસ્પદ કેસની એન્ટ્રી
હાલ તો મંકીપોક્સનો પહેલો શંકાસ્પદ કેસ ગુજરાતમાં સામે આવ્યો છે જેને લઇ ખળભળાટ મચી ગયો છે. જામનગરમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યો છે. લક્ષણ દેખાઈ આવતા આ શંકાસ્પદ દર્દી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. દર્દીના વિવિધ નમૂનાઓ ગાંધીનગર ખાતેની લેબમાં તપાસ અર્થે મોકલાઈ ચુક્યા છે. તેને હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેટ કરીને ચિકિત્સા શરૂ કરી દેવાઈ હતી.
દર્દીને તાબડતોડ આઇસોલેટ કરાયો
જામનગર ખાતેની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મંકીપોક્સના લક્ષણ દેખાઈ આવતા શંકાસ્પદ દર્દીને દાખલ કરી દેવામાં આવ્યો છે. નાગનાથ 29 વર્ષીય પુરુષ નાગનાથ ગેટ વિસ્તારનો રહીશ છે. અત્યારે દર્દીનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી તેના સેમ્પલ લઇને ગાંધીનગરની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. બીજી બાજુ આ હોસ્પિટલની નવનિર્મિત બિડિંગના આઈસોલેશન વોર્ડમાં પણ સંપૂર્ણં તકેદારી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મંકીપોક્સના કેસો ખુબ ઝડપ ભેર વધી રહ્યાં છે ત્યારે શંકા જણાઈ તેવી સ્થિતમાં કઈ રીતના પગલાં લઇ શકાય તેને લઈને આરોગ્ય મંત્રાલય દ્વારા એક યાદી પણ વર્તમાન સંજોગો અને સ્થિતિની ગંભીરતાને લઇ બહાર પાડી હતી.
મંકીપોક્સના લક્ષણૉ અને તે અંગેની જાણકારી
મંકીપોક્સના આંશિક લક્ષણૉ ચામડી ઉપર દેખાઈ આવે છે. આ એક શીતળા જેવો જ દુર્લભ પ્રકારનો વાયરલ ડીઝીઝ છે. સૌથી પહેલા વર્ષ 1958 માં સંશોધન માટે રાખવામાં આવેલા વાનરોમાં તેના લક્ષણૉ દેખાઈ આવ્યા હતા. આ રોગ સૌથી પ્રથમ વાંદરાઓમાં ફેલાયો હતો, તેથી તેની ઓળખ મંકીપોક્સ નામે અપાઈ હતી.
માનવોમાં 70 ના દાયકામાં આવ્યો આ ડીઝીઝ
વર્ષા વનોમાં આ વાયરસ જન્ય રોગ પ્રચલિત છે. માનવીઓમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 1970માં નોંધાયો હતો. આ રોગ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ટ્રોપિકલ આઈલૅન્ડમાં જોવા મળતો હોઈ છે. જેના મુખય લક્ષણો શીતળાનું કારણ બને તેવા વાયરસનો પણ ઉમેરો થાય છે.
મંકીપોક્સ વિષેની માહિતી
હલકો હલકો તાવ અને શરીર ઉપર ફોલ્લીઓ જેવા લક્ષણો મોટે ભાગે મંકીપોક્સના દર્દીઓમાં દેખાતા હોઈ છે. જેનું સંક્ર્મણ શીતળા કરતાં પણ ઓછા પ્રમાણનું ચેપી છે. મંકીપોક્સના કારણે થતી સમસ્યાઓ શીતળા કરતાં ઓછી ઘાતક હોય છે. તેના લક્ષણો બે થી ચાર અઠવાડિયા સુધી દેખાય છે. જો કે, કેટલાક દર્દીઓ ગંભીર હોઈ શકે છે. મળતી માહિતી મુજબ આમાં મૃત્યુ દર 1 થી 10 ટકા હોઈ શકે છે.