Charchapatra

દીકરીઓ બની બહાદૂરીની મિશાલ

આજના જમાનામાં પણ જ્યારે કેટલાક લોકો દીકરીઓને જન્મવા નથી દેતા, ત્યારે ઓપરેશન સિંદૂરમાં કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સાહસ અને નેતૃત્વની મિશાલ બની પુરવાર કર્યું કે દીકરીઓ પણ કોઈ ક્ષેત્ર કમ નથી. વળી, કર્નલ સોફિયા કુરેશી એક મુસ્લિમ હોવા છતાં ધર્મના નામ પર તબાહી મચાવનાર બધાને કહ્યું કે અમારો પરિવાર પહેલા હિન્દુસ્તાની છે, બાદમાં મુસ્લિમ. જ્યાં કર્નલ સોફિયાએ પોતાની જવાબદારી નિભાવતા ભારતીય સેનાની તાકાત દુનિયાને બતાવી. બાબા બાગેશ્વરે પણ ઓપરેશન સિંદૂરના હીરો કર્નલ સોફિયાની પ્રશંસા કરતા કહ્યું તેમની હિંમત તેમને રાણી લક્ષ્મીબાઈની યાદ અપાવે છે.

ઓપરેશનમાં કર્નલ સોફિયાએ બખૂબી જમીન પર કમાન સંભાળી તો વિંગ કમાંડર વ્યોમિકા સિંહે હવાઈ ક્ષેત્રે નિર્ણાયક યોગદાન આપ્યું. બંને વીરાંગનાઓએ ન કેવળ સાહસ બતાવ્યું, બલ્કે પોતાનું નેતૃત્ત્વ અને રણનીતિક હોશિયારીથી મિશનને સફળ બનાવ્યું. તેમણે પુરવાર કર્યું કે જ્યારે દીકરીઓ રાષ્ટ્રની રક્ષા માટે ઊભી થાય છે, ત્યારે દુશ્મનોને કોઈ તક મળતી નથી. કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જેવી દીકરીઓ ફક્ત પ્રેરણા જ નહીં પણ જીવંત જવાબ છે.
સુરત    – કલ્પના બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top