SURAT

આ વર્ષે સુરતની નવરાત્રિમાં દીકરીઓને ગરબાની સાથે શીખવાડાશે સેલ્ફ ડિફેન્સના સ્ટેપ્સ

સુરતઃ ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતની વચ્ચોવચ પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક યશ્વી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ્વી એન્ટરટેનમેન્ટ અને બીયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • યશ્વી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા ખેલૈયા મીટનું કરાયું આયોજન
  • મહિલા સુરક્ષા સહિત યશ્વી નવરાત્રિ મહોત્સવના મજબૂત પાસાઓની ખેલૈયાઓને આપી માહિતી
  • સીઝન પાસ ધરાવતી ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે યોજાશે ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ
  • મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રિ દરમિયાન સ્પેશ્યિલ ૨૪૭ એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરાશે

આ અંગે યશ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યશ્વી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર 24*7 એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરવામાં આવશે. જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હજાર હશે. જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે.

મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશ્વી નવરાત્રી મહોત્સવમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયાં કયાં પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવમાં આવ્યું છે એ અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસિસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ચેંજીંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશ્વી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમિર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે. વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે.

Most Popular

To Top