તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે દિકરાના જન્મની વધામણીમાં એવું બોલ્યું હોય કે અમારે ત્યાં વિષ્ણુ પધાર્યા…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે..? કે ફલાણાએ રાંદલ તેડ્યા એમાં સાત કે ચૌદ છોકરાઓને ગોયણા કર્યા હોય…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે ફલાણાએ દિકરીના સગપણ પછી જમાઈને કંકુ પગલા કરવા તેડાવ્યો હોય…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે નવા મકાન કે ઓફીસમાં જતા પહેલા દિકરાના હાથે કુંભઘડો મુકાવ્યો હોય… તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે દિકરો બે ઘર ઉજાળે; એક બાપનું અને બીજુ સસરાનું…!
તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે ખેડુ ગાડુ જોડી વાવણી કરવા જતા સામે જણ મળ્યો અને શુકન સમજી રૂપિયો સોપારી એના હાથમાં દીધા…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે વાસ્તુ પૂજન વખતે ગોર મહારાજે નવા મકાનના રસોડામાં પાંચ દીકરાઓને પહેલું ભોજન કરાવવા કહ્યું હોય…! બધી જગ્યાએ પહેલા દિકરી જ કેમ…? કંઈક તો સત્ હશે જ..! માટે જે ઘરમાં દિકરો ના હોય અને દીકરીઓ જ હોય એમણે ક્યારેય અફસોસ ના કરવો. તમે તો સાક્ષાત્ લશ્મીજીના મા-બાપ છો; તમારું ધ્યાન તો એના ધણી નારાયણ રાખશે…!!!! દિકરી દેવો ભવ!
સુરત – સુનીલ રા.બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.